જૂનાગઢ જીલ્લા પંચાયત અને વિવિધ ૯ તાલુક પંચાયતની ચૂંટણીનો રંગ ધીમે – ધીમે જામતો જાય છે અને ઉમેદવારોને માટેનાં પ્રચાર કાર્ય વેગવાન બની રહયું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને જૂનાગઢ વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત તેમજ તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહેલ છે. જૂનાગઢ જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં હરીફ ઉમેદવાર નકકી થઈ ગયા છે. જૂનાગઢ જીલ્લાની ચૂંટણીમાં ચાલુ વર્ષે આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઈ છે. વર્ષ ર૦૧પમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ હતો. પરંતુ ચાલુ વર્ષે આમ આદમી પાર્ટીએ જૂનાગઢ જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં ઉમેદવાર ઉભા રાખ્યા છે. જીલ્લા પંચાયતમાં ૧પ અને તાલુકા પંચાયતમાં ૬૪ ઉમેદવાર મળી કુલ ૭૯ બેઠક ઉપર આપનાં ઉમેદવાર ચૂંટણી લડી રહયા છે. જે જૂનાગઢ જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની કુલ બેઠકના ૪ર ટકા ઉમેદવાર છે. વર્ષ ર૦૧પની ચૂંટણીમાં જીલ્લા પંચાયતની ૩૦ બેઠકમાં ૯૩ ઉમેદવાર હતાં અને તાલુકા પંચાયતની ૧પ૮ બેઠકમાં ૪પ૮ ઉમેદવાર હતાં. તેની સામે વર્ષ ર૦ર૧ની ચૂંટણીમાં જીલ્લા પંચાયતમાં ૯ર અને તાલુકા પંચાયતમાં ૪૪૩ ઉમેદવાર છે. જે ગત ચૂંટણી જીલ્લા પંચાયતમાં એક અને તાલુકા પંચાયતમાં ૧પ ઉમેદવાર ઓછા છે. ચાલુ વર્ષે આમ આદમી પાર્ટીએ ૭૯ ઉમેદવાર મેદાને ઉતારવા છતા ઉમેદવારની સંખ્યા ઓછી છે. સામાન્ય રીતે અપક્ષમાંથી ચૂંટણી લડતા ઉમેદવારોને આપે ટિકીટ આપી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews