૨૩ ફેબ્રુઆરીથી ઓખાથી નાથદ્વારા સુધી ટ્રેન ઊપડશે

0

સૌરાષ્ટ્રના લોકો માટે નાથદ્વારા જવા દર્શનાર્થીઓને હવે ટ્રેનની સેવાનો લાભ મળશે. ૨૩ ફેબ્રુઆરીથી ઓખાથી ટ્રેન ઉપડશે અને તે નાથદ્વારા સુધી જશે. જ્યારે વેરાવળથી બાંદ્રા સ્પેશિયલ ટ્રેન ફાળવવામાં આવી છે. આમ એકીસાથે બે ટ્રેન શરૂ થતા યાત્રિકોની સુવિધામાં વધારો થયો છે. વેરાવળ-બાંદ્રા સ્પેશિયલ ટ્રેન દૈનિક વેરાવળથી સવારે ૧૧.૫૦ કલાકે ઉપડશે અને બીજે દિવસે સવારે ૫.૪૫ કલાકે બાંદ્રા પહોંચશે. આ ટ્રેનનો પ્રાંરભ ૨૩ ફેબ્રુઆરીથી થશે અને જ્યાં સુધી કોઇ નવી સૂચના જાહેર નહીં થાય ત્યાં સુધી આ ટ્રેન ચાલુ રહેશે. જ્યારે બાંદ્રાથી આ ટ્રેન ૨૪ ફેબ્રુઆરીએથી બપોરે ૧.૪૫ ઉપડશે અને બીજે દિવસે વેરાવળ ૭.૨૦ કલાકે પહોંચશે.
જ્યારે ઓખા-નાથદ્વારા સ્પેશિયલ ટ્રેન સપ્તાહમાં એક વાર દોડશે. આ ટ્રેન ૨૪ ફેબ્રુઆરીએ ઓખાથી બુધવારે સવારે ૮.૨૦ કલાકે ઉપડશે અને બીજે દિવસે એટલે ગુરૂવારે સવારે વહેલી સવારે ૫.૫૫ કલાકે નાથદ્વારા પહોંચશે. જ્યારે રિટર્નમાં નાથદ્વારાથી ૨૫ ફેબ્રુઆરીએ રાત્રે ૮.૫૫ કલાકે ઉપડશે અને બીજે દિવસે સાંજે ૬.૫૫ કલાકે ઓખા પહોંચશે. જ્યારે હાપા-બિલાસપુર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન સપ્તાહમાં એક વાર દોડશે. જેનો પ્રારંભ ૨૭ ફેબ્રુઆરીથી હાપાથી રાત્રે ૯.૫૫ કલાકે થશે અને બીજે દિવસે સોમવારે ૩.૩૦ કલાકે બિલાસપુર પહોંચશે. આ ટ્રેન રિટર્નમાં દર સોમવારે ૧૦.૪૫ કલાકે બિલાસપુરથી ઉપડશે અને મંગળવારે બપોરે ૩.૩૦ કલાકે હાપા પહોંચશે. આ ટ્રેન ૧ માર્ચ ૨૦૨૧ સુધી ચાલશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!