પેટ્રોલ- ડિઝલનાં રોજેરોજ ભડકે બળતા ભાવથી આમ પ્રજાની દયનીય સ્થિતિ

0

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં તેજી જાેવા મળી રહી છે. લંડન એક્સપ્રેસમાં બ્રેંટ ક્રૂડનો ભાવ ૬૪ ડોલર પ્રતિ બેરલને પાર કરી ગયો છે. બીજી તરફ સ્થાનિક બજારોમાં ગઈકાલે સતત ૧૦મા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આગ લાગેલી જાેવા મળી રહી છે. ગુરૂવારે દિલ્હીમાં પેટ્રોલ ૩૪ પૈસા પ્રતિ લીટર વધીને ૮૯.૮૮ રૂપિયા ઉપર આવી ગયું. ડીઝલ પણ ૩૨ પૈસાના છલાંગ સાથે ૮૦.૨૭ રૂપિયા પ્રતિ લીટર ઉપર પહોંચી ગયું. હાલમાં લગભગ દરેક શહેરમાં બંને ઇંધણોના ભાવ ઓલ ટાઇમ હાઇ ઉપર ચાલી રહ્યા છે. વિદેશી કરન્સી દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ શું છે, તેના આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ચીજાે જાેડ્યા બાદ આ ભાવ લગભગ બે ગણા થઈ જાય છે. નોંધનીય છે કે રોજ સવારે ૬ વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. સવારે ૬ વાગ્યાથી જ નવા દર લાગું થઈ જાય છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!