ગુજરાત સરકાર દ્વારા માર્ચ મહિનામાં યોજાશે મેગા પ્લેસમેન્ટ કેમ્પ, ૩૮૧૭૭ વિદ્યાર્થીઓ ભાગ લેશે

0

ગુજરાત સરકાર દ્વારા માર્ચ મહિનામાં યોજનારા મેગા પ્લેસમેન્ટ કેમ્પમાં અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓએ ભાગ લેવા માટે સંમતિ દર્શાવી છે. ગયા વર્ષ કરતાં આ વર્ષે ૩,૦૦૦ વધુ ઉમેદવારો આ કેમ્પમાં ભાગ લેવાના છે. જાેકે, ગયા વર્ષે જે વેકેન્સી હતી તેટલી જ વેકેન્સી આવર્ષે પણ છે પણ ઉમેદવારોની સંખ્યામાં વધારો નોંધાયો છે.આ વર્ષે કુલ ૧,૮૦૪ ઉદ્યોગો દ્વારા ૫૩,૭૦૪ વેકેન્સી માટે પ્લેસેમેન્ટ કેમ્પ યોજાઈ રહ્યો છે.૨૦૧૯-૨૦૨૦ના વર્ષમાં ૧,૧૬૯ ઉદ્યોગો દ્વારા કુલ ૫૩,૬૨૨ વેકેન્સી માટે ઉમેદવારોનું પ્લેસમેન્ટથયું હતું. આ વર્ષે કુલ ૩૮,૧૭૭ ઉમેદવારોએ મેગા પ્લેસમેન્ટ કેમ્પમાં ભાગ લેવા માટે સંમતિ દર્શાવેલીછે.
ગયા વર્ષે ઉમેદવારોની સંખ્યા ૩૪,૫૮૪ હતી. ગયા યોજાયેલા બીજા પ્લેસમેન્ટ કેમ્પમાં કુલ૩,૧૦૫ અંડરગ્રેજ્યુએટ એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓએ પોતાનું નામ નોંધાવ્યું હતું. જ્યારે તેના આવર્ષે યોજાનારા કેમ્પમાં કુલ ૫,૧૩૯ એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ્‌સ ભાગ લેવાના છે. તેનો અર્થ એથયો કે ગયા વર્ષ કરતાં આ વર્ષે તેમાં ૬૫ ટકાનો વધારો નોંધાયો છે.એ જ રીતે ગયા વર્ષે પ્લેસેમેન્ટમાં એન્જિનિયરિંગ કોર્સમાં માસ્ટર ડિગ્રી સાથેના ૩૩ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જ્યારે આ વર્ષે તેમાં ધરખમ ૨૫૦ વિદ્યાર્થીઓનો વધારો થયો છે. અંડર ગ્રેજ્યુએટઅને પોસ્ટ ગ્રેજ્યુએટ એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓને આ મેગા કેમ્પ પ્લેસમેન્ટમાં નોકરીની તકના ઉજળા સંજાેગો હોય છે કેમકે, ઉદ્યોગો દ્વારા આ પ્રકારના વિદ્યાર્થીઓની ડિમાન્ડ રહે છે. આ બંનેકોર્સમાં અનુક્રમે રજિસ્ટ્રેશનમાં ૫૪ ટકા અને ૧૨૦ ટકાનો વધારો નોંધાયો છે. જે કંપનીઓએ મેગા પ્લેસમેન્ટમાં આવવા માટે સંમતિ દર્શાવી છે તેઓ આવે તેની ખાતરી થાય તે હેતુતી રાજ્યના શિક્ષણ વિભાગે આ વર્ષે એસએમએસ અને ઈ-મેઈલ દ્વારા તેમની ભાગીદારી નક્કી કરી રાખી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!