વાંકાનેરના આઇશ્રી ખોડિયાર માતાજી માટેલધામ ખાતે આવતીકાલે શ્રી ખોડીયાર જયંતિની ધાર્મિક માહોલમાં ઉજવણી થશે

0

વાંકાનેર તાલુકાનું અને મોરબી જિલ્લાનું સુપ્રસિધ્ધ યાત્રાધામ પ્રસિધ્ધ ધાર્મિક સ્થળ આઇશ્રી ખોડિયાર માતાજી મંદિર, માટેલધામ ખાતે કાલે તા.૨૦ને શનિવારે રોજ શ્રી ખોડિયાર માતાજીનો જન્મોત્સવ હોય માતાજીના ભકતજનોમાં અનેરો આનંદ ઉત્સાહ જાેવા મળે છે. શ્રી ખોડિયાર જયંતીના પાવન પુણ્યશાળી અવસરે આવતીકાલે સવારના આઇશ્રી ખોડિયાર માતાજી મંદિર, માટેલધરાના મહંત રણછોડદાસબાપુ દુધરેજીયા, તેમજ હાલના પૂજારી ખોડીદાસબાપુ, જગદીશબાપુ તેમજ આઇશ્રી ખોડિયાર મંદિર, માટેલધામ દ્વારા સવારે માતાજીનું વિશેષ પૂજન અર્ચનવિધિ ભકિતમયના દિવ્ય વાતાવરણમાં થનાર છે તેમજ પ્રતિ વર્ષે મુજબ સવારે આઠ થી નવ દરમ્યાન બાવન ગજની ધ્વજાંવિધિ મંદિર દ્વારા કરવામાં આવશે, તેમજ શ્રી ખોડિયાર જયંતી નિમિત્તે સવારના અગિયાર વાગ્યાંથી બપોરના ત્રણ વાગ્યાં સુધી ભોજનાલયમાં ‘મહા પ્રસાદ’ ચાલું રહેશે તેમજ સાંજના પણ મહાપ્રસાદ આપવામાં આવશે. આમ તો આઇશ્રી ખોડિયાર માતાજી મંદિર, માટેલધામ ખાતે અવિરત કાયમ માટે કોઈપણ જાતના ભેદભાવ વિના બંને ટાઈમ મહાપ્રસાદ આપવામાં આવે જ છે. તેમજ બહારગામથી પધારતા યાત્રિકો માટે નિઃશુલ્ક રહેવાની સગવડ પણ ઉતારા નિવાસમાં કાયમ માટે છે. મહંત રણછોડદાસબાપુના જણાવ્યા અનુસાર આવતીકાલે માટેલધામ ખાતે આઇશ્રી ખોડિયાર માતાજીના દર્શન કરવા, મહાઆરતીનો લાભ લેવા તેમજ મહાપ્રસાદ લેવા વિશાળ સંખ્યામાં ભાવિક ભકતજનો પધારશે, તેમજ મહંત રણુદાસબાપુ તેમજ ખોડીદાસબાપુના માર્ગદર્શન હેઠળ આવતીકાલે પ્રસાદની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવેલ છે. તેમજ માતાજીના નિજ મંદિરને અનોખા પુષ્પોથી સજાવટ કરવામાં આવશે તેમજ ‘માં’ના દરબારમાં ફૂલોની કલાત્મક રંગોળી કરવામાં આવશે. શ્રી ખોડિયાર જયંતીના પાવન પુણ્યશાળી અવસરે પ્રતિ વર્ષે દૂરદૂરથી માતાજીના ભાવિક ભકતજનો માટેલ પધારે છે તેમજ અમુક ભકતો આજે જ સાંજે માટેલધામ ખાતે પહોંચી જશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!