આપ રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જાે મેળવવાના પ્રયત્નો કરી રહી છે

0

આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે ગયા મહિને કહ્યું હતું કે, તેમની પાર્ટી આગામી બે વર્ષમાં ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા, પંજાબ, હિમાચલપ્રદેશ અને ગુજરાતમાં યોજાનારી તમામ ચૂંટણીઓમાં ભાગ લેશે. આ બધા રાજ્યોમાં વર્ષ ર૦રરમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજવવાની છે અને ફક્ત પંજાબ સિવાય અન્ય બધા રાજ્યોમાં ભાજપનું શાસન છે. ર૦૧૪ની લોકસભા ચૂંટણીઓમાં કારમી હારનો સામનો કરી ચૂકેલી આપ હવે રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જાે મેળવવાનો પ્રયત્ન કરી રહી છે. જેના પરિણામે પાર્ટી દેશભરની કોઈપણ ચૂંટણીઓમાં એક જ પ્રતિક સાથે ઝંપલાવી શકશે. હાલમાં આપ દિલ્હી અને પંજાબમાં રાજ્યસ્તરની પાર્ટી છે. અન્ય કોઈપણ બે રાજ્યોમાં વિધાનસભાની ત્રણ ટકા જેટલી બેઠકો અથવા તો વિધાનસભા ચૂંટણીમાં આઠ ટકા જેટલા મતો મેળવવાથી તે રાષ્ટ્રીયસ્તરની પાર્ટી બની શકશે. આ છ રાજ્યોમાંથી ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં આપની સ્થિતિ મજબૂત છે. જ્યારે પંજાબ માટે મુખ્ય વિપક્ષી પાર્ટી છે. પાર્ટી રાજ્યસભાના સાંસદ સંજયસિંઘને ઉત્તરપ્રદેશમાં તેના ચહેરા તરીક રજૂ કરી રહી છે. તાજેતરમાં ગુજરાતના સુરત શહેરની મ્યુનિ.ની ચૂંટણીમાં આપે સારૂ પ્રદર્શન કર્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!