પંજાબમાં નશીલી દવાઓ વેચનારને ફાંસીની સજા, આજીવન કેદ અને રૂા.૨૦ લાખ સુધીનો દંડ ફટકારાશે

0

ગયા વર્ષે પંજાબના અમૃતસર, તરોનતારન અને ગુરદાસપુર જિલ્લામાં ઝેરી દારૂના કારણે ૧૦૦થી વધુ લોકોનાં મોત બાદ સરકારે સખત કાર્યવાહી કરી છે. કેબિનેટમાં લેવામાં આવેલા એક ર્નિણય મુજબ જાે કોઈ વ્યક્તિ નશીલી દવાઓ નાંખીને દારૂ વેચશે અને દારૂ પીવાથી કોઈનું મોત થયું તો આવા દોષીઓને ફાંસીની સજા, આજીવન કેદ અને રૂા.૨૦ લાખ સુધીનો દંડ ફટકારવામાં આવશે. સરકારે અમૃતસર રેલવે દુર્ઘટનાના મૃતક પરિવારના સભ્યો અને વારસોને યોગ્યતા પ્રમાણે અલગ-અલગ સંસ્થાઓમાં નોકરી આપવાની મંજૂરી પણ આપી દીધી છે. આ કેસને વિશેષ કેસ ગણાવી નિયમોમાં છૂટછાટ આપી હતી. ઉલ્લેખનીય છે કે, આ ટ્રેન અકસ્માત ૧૯ ઓક્ટોબર ૨૦૧૮ના રોજ અમૃતસરના જાેઢા ફાટક પર દશેરાના દિવસે બન્યો હતો, જેમાં ૫૮ લોકોનાં મોત નીપજ્યા હતા અને ૭૧ લોકો ઘાયલ થયા હતા. આ ઘટનાને લગતા કાયદા અને નિયમો ૨૧ નવેમ્બર ૨૦૨૦ના દાયરામાં નહોતા આવતા. આ પછી અમૃતસરના ડેપ્યુટી કમિશ્નરની દરખાસ્ત ઉપર વિચાર કર્યા પછી મુખ્યપ્રધાન કચેરીએ ર્નિણય લીધો કે, રાજ્યના વિવિધ વિભાગો અને સંસ્થાઓને તેમની યોગ્યતા અનુસાર ૫૮ મૃતકોના ૩૪ પરિવારોમાંના એક-એક સભ્યને નોકરી આપવી. મેક્સ હેલ્થકેર ગ્રુપની વિનંતીને મંજૂરી આપતા પંજાબ કેબિનેટે મોહાલીની ૨૦૦ બેડવાળી મેક્સ હોસ્પિટલને આરોગ્ય વિભાગની ૦.૯૨ એકર જમીન આપવા મંજૂરી આપી છે. આ સાથે આ હોસ્પિટલની ક્ષમતામાં વધુ ૧૦૦ બેડનો સમાવેશ કરી શકાય છે, જે આ ક્ષેત્રમાં આરોગ્ય સુવિધાઓનું વિસ્તરણ કરશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews