અવિચારી નોટબંધીને કારણે ભારતમાં બેરોજગારીનો દર સૌથી ઊંચો છે : પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહનસિંઘ

0

કેન્દ્ર સરકાર ઉપર શાબ્દિક પ્રહારો કરતાં પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહનસિંઘે મંગળવારે કહ્યું હતું કે, દેશમાં એટલા માટે બેરોજગારીનો દર ઊંચો છે કેમકે અસંગઠિત ક્ષેત્રની હાલત ખરાબ છે. આ સેક્ટરમાં જે લોકોને રોજગારી મળતી હતી તે ખતમ થઈ જતાં યુવાનો બેરોજગાર બન્યા છે. ૨૦૧૬માં ભાજપની સરકારે દેશમાં અવિચારી નોટબંધી લાદી દીધી હતી જેના કારણે દેશમાં અનેક ફેક્ટરીઓ અને કારખાનાં બંધ થઈ જતાં લોકોની નોકરીઓ જતી રહી હતી. ડો.મનમોહનસિંઘે નિયમિત રીતે રાજ્યોને કન્સલ્ટ કરવામાં ન આવતાં હોવાની બાબતે પણ કેન્દ્ર સરકારની ટીકા કરી હતી. જ્યાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે તે કેરફ્રમાં રાજીવ ગાંધી ઈન્સ્ટીટ્યુટ ઓફ ડેવલપમેન્ટ સ્ટડિઝમાં એક સમિટનું ઉદ્‌ઘાટન કરતાં તેમણે કહ્યું કે, ભારત સરકાર અને રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા લેવામાં આવી રહેલાં હંગામી પગલાંઓથી દેશની નાણાકીય અવસ્થા સુધરી જવાની નથી. આ સમસ્યાને કારણે દેશનો લઘુ અને મધ્યમ ઉદ્યોગ ખતમ થવાને આરે આવી ગયો છે. પ્રતીક્ષા ૨૦૩૦ નામના આ કાર્યક્રમમાં તેમણે કહ્યું કે, અસંગઠિત ક્ષેત્રની દશા ખરાબ હોવાને કારણે દેશમાં બેરોજગારીનો દર વધી ગયો છે. રાજ્ય વિધાનસભા ચૂંટણીઓના એક વિઝન ડોક્યુમેન્ટ તરીકે આ સમિટમાં કેટલાક આઈડિયા પણ લોન્ચ કરાયા હતા. તેમણે કહ્યું કે, અન્ય રાજ્યોની જેમ કેરળમાં પણ જાહેર નાણાંકીય બાબતો ખરાબ અવસ્થામાં છે તેને કારણે તેમણે દેવાં કરવાં પડે છે. આ કરજને કારણે ભવિષ્યના બજેટ ઉપર અસર પડવાની છે. મનમોહનસિંઘે કહ્યું કે, કેરળનું સામાજિક માળખું ઉચ્ચ પ્રકારનું છે અને તેના અન્ય સેક્ટરમાં પણ વધુ ધ્યાન આપવાની જરૂર છે. તેમણે કહ્યું કે, રાજ્યમાં ઘણાં અવરોધો છે જેને કારણે કેરળ વૈશ્વિક કક્ષાએ ઊભું કરી શકતું નથી. રાજ્યમાં ડિજિટલ વપરાશ વધ્યો હોવાને કારણે આઈટી સેક્ટરની ગતિવિધિ વધી છે પણ જેના ઉપર રાજ્ય ર્નિભર છે તે ટુરિઝમની હાલત અત્યંત ખરાબ છે. કોરોના સંકટને કારણે કેરળના પ્રવાસન ઉદ્યોગ ઉપર સૌથી ખરાબ અસર પડી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews