સુત્રાપાડા નગરપાલિકામાં ભાજપનો ઝળહળતો વિજય

0

સુત્રાપાડા નગરપાલિકાની ચૂંટણી તા.૨૮-૦૨-૨૦૨૧ તારીખે યોજાઇ અને ૨ તારીખે પરિણામ આવેલ જેમાં કુલ ૬ વોર્ડમાં ૨૪ બેઠકોમાંથી ૨૦ બેઠકો ભાજપાએ પ્રાપ્ત કરી ઐતિહાસિક જવલંત વિજય મેળવેલ છે. સુત્રાપાડા નગરપાલિકા ૨૦૦૫માં ગ્રામ પંચાયતમાંથી નગરપાલિકા બની ત્યારથી અત્યાર સુધીમાં એટલે કે છેલ્લા ૧૫ વર્ષથી ભાજપે ૩ ટર્મ પૂર્ણ કરી ૪ ટર્મ સુત્રાપાડા નગરપાલિકાની જવલંત શરૂઆત કરેલ છે. ભૂતકાળથી લઈને અત્યાર સુધીમાં જે વિજય મેળવેલ હતો તેથી પણ વધુ સફળતાથી વિજય આ ટર્મમાં સુત્રાપાડા નગરપાલિકામાં મળેલ છે. સુત્રાપાડા નગરપાલિકામાં વિકાસના મુદ્દાઓ ઉપર આ વખતની ચૂંટણી લડવામાં આવેલ હતી. જેમાં ભાજપના સાશનમાં રોડ, રસ્તા, પીવાના પાણી, ગટર વ્યવસ્થા, અત્યાધુનિક ચોપાટી, સિમ વિસ્તારના સિમેન્ટ રોડ વગેરે જેવા વિકાસના કામો ઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજના, વિધવા પેન્શન યોજના જેવી યોજનાઓ દ્વારા થયેલ સેવાકીય કાર્યોને સુત્રાપાડા નગરપાલિકાની જનતાએ પોતાનો સંતોષ વ્યક્ત કરવા અને વિકાસના કામોને બિરદાવવા ફરીથી ક્યારેય પણ ના આપી હોય તેવી ભાજપાને જવલંત જીત આપેલ છે. પૂર્વ મંત્રી જશાભાઈ બારડનાં માર્ગદર્શન હેઠળ દિલીપભાઇ બારડ જેઓ છેલ્લા ૧૫ વર્ષથી સુત્રાપાડા નગરપાલિકાનો વહીવટ કરે છે. જેઓએ સુત્રાપાડા નગરપાલિકાનો પારદર્શક વહીવટ ઉપરાંત દરેક સમાજના દરેક લોકોને સાથે રાખી અને સુત્રાપાડા વિસ્તારમાં વિકાસના કામોમાં સતત અગ્રેસર રહ્યા છે. જેના ફળ સ્વરૂપે સુત્રાપાડા નગરપાલિકામાં કુલ ૨૪માંથી ૨૦ બેઠકોમાં ભાજપનો જવલંત વિજય થયેલ જેમાં તમામ ઉમેદવારો દિલીપભાઇ બારડની યુવા ટિમ હોય જેઓ સી.આર. પાટિલ અને વિજયભાઈ રૂપાણીના વિકાસ કાર્યોને આગળ ધપાવવા તેમજ પેજ પ્રમુખ દ્વારા ભાજપને સતત મજબૂત કરવાનું કામ કરતાં રહ્યા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!