સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની ઝોળીમાં મોટી સફળતા આવી છે. ૨૦૧૫માં જ્યાં-જ્યાં ભાજપની હાર થઈ હતી, તેમાંની મોટાભાગની બેઠકો ઉપર ભાજપનો ભગવો લહેરાયો છે. ત્યારે હવે સફળતા ભાજપના હાથમાં છે. ત્યારે કમલમ્ ખાતે ભવ્ય ઉજવણી થઈ રહી છે. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પહોંચી ગયા છે. જીત બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, શહેરોમાં ભાજપ છે, પણ ગામડામાં ભાજપને મત નહીં મળે. પંરતુ શહેરો કરતા પણ સારૂ પરિણામ ગામડામાં મળ્યું છે. કોંગ્રેસના પણ અનેક દિગ્ગજાે અને ધારાસભ્ય હારી ગયા છે. નિરંજન ભટ્ટ હારી ગયા છે. કોંગ્રેસી નેતાઓના કુટુંબીજનો હારી ગયા છે. ગુજરાતમાં જે રીતે કોંગ્રેસનો સફાયો થયો છે તે બતાવે છે કે, ગુજરાત ભાજપનો ગઢ છે. તેમણે વધુમાં કહ્યું કે, સી.આર. પાટીલની ટીમને અભિનંદન આપું છું. ટીમે જે રીતે પ્લાનિંગ કર્યું તેનો આ વિજય છે. ભૂતકાળમાં કોઈ પણ પાર્ટીને આટલી બધી બેઠકો મળી નથી. આગામી દિવસોમાં ભાજપ ગુજરાતમાં સર્વવ્યાપી સર્વસ્પર્શી વિકાસ કરશે. તમામ લોકોને સાથે લઈને ચાલશે. અમારી જવાબદારી વધી છે. પ્રજાએ પ્રેમ આપ્યો છે. વિશ્વાસ એળે નહીં જાય તેની ખાતરી આપું છું. ગુજરાતના સપનાઓ પૂરા કરવાની ખાતરી આપું છું. કાર્યકર્તાઓએ પ્રજાનો વિશ્વાસ હજી વધારવાનો છે. ચૂંટાયેલા લોકો એ રીતે કામ કરે. આ વિજયને કાર્યકર્તાઓ વિનમ્રતાથી ઉજવે. પંચાયતોમાં કોંગ્રેસનું ચાલ્યું હોય તો કાઉન્ટિંગ પણ ન થવા દેત. કોંગ્રેસને પહેલેથી ખબર પડી ગઈ હતી કે, તેમનું નહીં ચાલે. કોંગ્રેસ ડૂબતી નાવડી છે. આદિવાસી, ઉત્તર, સૌરાષ્ટ્ર બધે જ ભાજપ આવ્યું છે. આદિવાસી વિસ્તોરમાં પણ જનતા ભાજપ સાથે છે. ગયા વખતે જે કચાશ રહી ગઈ હતી તેનો વ્યાજ સાથેનો બદલો મળ્યો છે. બીજી બાજુ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, ‘આજે ભાજપના કાર્યકર્તાઓનો લોકો અને સરકારના કામોનું પરિણામ અહીં જાેવા મળ્યું છે. ૨૦૧૫માં ભાજપને નુકસાન હતું તે આજે વ્યાજ સાથે પૂરૂ કર્યું છે. ૨૦૧૫માં ભાજપ ૫ાંચ જિલ્લા પંચાયતોમાં લીડ ઉપર હતું આજે ૩૧ પંચાયતોમાં લીડ ઉપર છે. મે ૩૧ સભાઓ અને રેલીઓ દરમ્યાન અનુભવ કર્યો હતો કે, ભાજપ ૩૧ જિલ્લા પંચાયત જીતશે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews