વડાપ્રધાન મોદીના વતનથી લઈ ધાનાણીના ગઢ સુધી ‘આપે’ પાડેલા ગાબડાં : ૪૬ બેઠકો કબ્જે કરી

0

રાજયમાં પ્રથમ વખત જ સ્થાનિક ચૂંટણી લડી રહેલી આમ આદમી પાર્ટીએ સુરત મનપાની ચૂંટણીમાં ર૭ બેઠકો જીતી સૌને ચોંકાવી દીધા હતા. ત્યારે હવે જાહેર થયેલા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીના પરિણામોમાં પણ આપે કાઠું કાઢયું છે. આમ આદમી પાર્ટીએ જિલ્લા તાલુકા અને પાલિકાની ૪૬ બેઠકો પોતાને નામ કરી છે. વડાપ્રધાન મોદીના વતન વડનગરથી લઈ ધાનાણીના ગઢ અમરેલી સુધી આપે વચ્ચે વચ્ચે બધે જ ગાબડા પાડયા છે. આમ આમ આદમી પાર્ટીએ ધીમા પણ મજબૂત પગલે ગુજરાતના રાજકારણમાં પ્રવેશ કર્યો હોય તેવું લાગી રહ્યું છે. જેમાં જિલ્લા પંચાયતમાં ર, તાલુકા પંચાયતમાં ર૪ અને નગરપાલિકામાં રર સીટો ઉપર આપના ઉમેદવારોએ બાજી મારી છે જાે કે આપની આ જીત કોંગ્રેસ અને ભાજપ બંનેને ખૂંચી છે ત્યારે ભાજપના એક મોટા ગજાના નેતાએ આ અંગે વાત કરતા આપનો આ નશો બે ત્રણ મહિનામાં ઉતરી જશે. તેમ જણાવ્યું હતું. જાે કે જે રીતે સુરત મનપામાં ર૭ બેઠકો જીત્યા બાદ આપની રેલીમાં ભારે ભીડ જાેવા મળી હતી. જે ગુજરાતમાં આપની સ્થિતિ મજબૂત બનવાના સંકેત આપતી હતી ત્યારે આ પરિણામો અમને મજબૂત પ્રદાન કરી છે. જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયત અને નગરપાલિકાની ૪૬ બેઠકોમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો જીતી ગયા છે. આમ ગુજરાતમાં ગ્રામીણ ક્ષેત્રમાં પણ ધમાકા સાથે એન્ટ્રી કરી છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગરમાં તાલુકા પંચાયતમાં ભાજપ વિજેતા બન્યું છે પણ અહીં આમ આદમી પાર્ટીએ પણ ખાતું ખોલાવ્યું છે અને એક બેઠક આપને ફાળે ગઈ છે. બીજી તરફ કાલાવડ તાલુકાના બેરજામાં આપના એક ઉમેદવાર જીત્યા છે. ઝાલોદ તાલુકા પંચાયતની ચોબા બેઠક ઉપર પણ આમ આદમી પાર્ટીને સફળતા મળી છે. પેટલાદ નગરપાલિકાના વોર્ડ નં.૧માં આપના એક ઉમેદવાર જીત્યા છે તો કોંગ્રેસના ગઢ જેવા અમરેલી જે વિપક્ષના નેતા પરેશ ધાનાણીનો વતન જિલ્લો છે ત્યાં ધારી તાલુકા પંચાયતના ભાડેરમાં આમ આદમી પાર્ટીનો એક ઉમેદવાર જીત્યા છે. ગાંધીધામની બારીરોહર તાલુકા પંચાયત બેઠક આમ આદમી પાર્ટીએ કબજે કરી છે. વિજયનગર તા. પંચાયતની કણોદર બેઠક ઉપર પણ ભાજપ પાસેથી આમ આદમી પાર્ટીએ ખુંચવી લીધી છે. હજુ વધુ પરિણામો આવી રહ્યા છે અને આમ આદમી પાર્ટી સૌરાષ્ટ્ર, ઉતર અને મધ્ય ગુજરાતમાં તેના પ્રતિનિધિત્વ ધરાવતું હશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!