અંબુજાની બંધ માઇન્સમાં મળી આવેલ યુવકના શંકાસ્પદ મૃતદેહની ઘટનામાં સ્વતંત્ર એજન્સી પાસે તપાસ કરાવવા દસ ગામના લોકોની માંગણી

0

ગીર સોમનાથના સુત્રાપાડાના આણંદપરા ગામના યુવકનો શંકાસ્પદ મૃતદેહ અંબુજા સિમેન્ટ કંપનીની બંધ માઇન્સમાંથી મળી આવેલ હતો. જે અંગે પોલીસ તપાસમાં યુવકનું મોત અકસ્માતે થયુ હોવાનુ સામે આવેલ જેની હત્યા થઈ હોવાની આશંકાએ મૃતક યુવકના પરીવારજનો ઉપરાંત સુત્રાપાડા પંથકના ૧૦ ગામના લોકોએ ગીર સોમનાથ જીલ્લા સેવા સદન પહોંચી ગીર સોમનાથ પોલીસવડા અને ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરને તટસ્થ તપાસ કરાવવાની માંગણી કરી આવેદનપત્ર પાઠવેલ છે. જાે ન્યાય નહીં મળે તો ગ્રામજનોને ઉગ્ર આંદોલન કરશે તેવી ચિમકી ઉચ્ચારી છે.
ગીર સોમનાથ જીલ્લાના સુત્રાપાડા પંથકના લોઢવા, સોળાજ, પાદરૂકા, મોરડીયા, બરૂલા, લાઠી, સુત્રાપાડા, વડનગર, આજાેઠા સહિતના ગામનો આગેવાનો અને યુવાનોએ પાઠવેલ આવેદનપત્રમાં જણાવેલ કે, સુત્રાપાડાના આણંદપરા ગામે અંબુજા કંપનીની માઇન્સ આવેલી છે. જેમાં ગત તા.૧૧ માર્ચના રોજ લોઢવા ગામના રામભાઇ ભીમભાઇ ભર્ગા (ઉ.વ.૨૭)નો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવેલ હતો. મૃતક રામભાઇ વડનગરના કેતનભાઇ ગોસ્વામીના ટ્રકમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતા હતા. તેઓ તા.૧૧ ના રોજ અંબુજા કંપનીએથી આણંદપરાની માઇન્સમાં વાહન ભરવા આવેલ જે વાહનનું વે બ્રીઝ સુપરવાઇઝર પાસે કરાવી સર્વે નં.૬૬ પૈકીવાળી માઇન્સમાં ગયેલ પરંતુ જે માઇન્સ બનાવની તારીખ પહેલા ત્રણ દિવસથી બંધ હોય તેમ છતા તે જગ્યાએ કેવી રીતે અને કોણે મોકલેલ તેની કોઇ જાણ નથી. ઘટના સ્થળે પરીવારજનો પહોંચેલ ત્યારે મૃતકના માથાના ભાગે તથા હાથમાં ઇજાઓ થયેલ હોય તેમજ તેની બાજુમાં ટોમી પાનું અને પથ્થર જાેવા મળેલ અને ટ્રક ૫૦ મીટર દુર એક ચઢાણ વાળી જગ્યામાં પડેલી જાેવા મળી હતી. જેથી મૃતકના પરીવારજનોએ રામભાઇનું કોઇ અજાણ્યા શખ્સે ઇરાદાપુર્વક મૃત્યું નિપજાવી હોવાની શંકા વ્યકત કરેલ હતી. વધુમાં જાે મૃતક અકસ્માતે ટ્રક નીચે આવી ગયેલ હોય તો તે ટ્રકના ડ્રાઇવર મૃતક પોતે જ હતા. ત્યારે અકસ્માત સમયે ટ્રક કોણે ચલાવેલ છે તેની કોઇ જાણકારી જાહેર થઇ નથી. જેથી તેઓને મારી નાંખવામાં આવેલ હોવાની શંકા દ્રઢ બને છે. મૃતકનું પીએમ જામનગર કરાવવા લઇ ગયા બાદ સુત્રાપાડા પોલીસે અકસ્માત અંગે ગુનો દાખલ કરેલ હતો. પરંતુ સ્થળ સ્થિતિ અને સ્થાનીક લોકોમાં હત્યાની ચર્ચા થઇ રહી હોવા છતાં પોલીસે અકસ્માતનો ગુનો કેવી રીતે દાખલ કરેલ ? આ ઘટનામાં મનુષ્ય વધનો ગુનો દાખલ કરી તે દિશામાં તપાસ થવી જાેઇએ. આ ઘટનાને ચાર દિવસ થઇ ગયા હોવા છતા પોલીસ કોઇપણ આરોપની અટક કરી નથી કે કોઇ તટસ્થ તપાસ કરાયેલ નથી. માત્રને માત્ર સ્થાનીક લોકોના નિવેદનો લઇ અકસ્માતની દિશામાં જ તપાસ થઇ રહેલ છે. જેથી આ ઘટનાની તપાસ સ્વતંત્ર એજન્સીને સોપવામાં આવે તેવી માંગણી છે.
મૃતકના મોબાઇલ લોકેશન, ગાડી માલીક તથા સુપરવાઇઝર સહિત શંકાના દાયરામાં રહેલા તમામની જીણવટભરી તપાસ કરવામાં આવે તો આરોપીની હકકીત બહાર આવવાની સાથે અકસ્માતે નહીં પણ ઇરાદાપુર્વક મારી નાંખવામાં આવેલ હોવાનું બહાર આવશે. જેથી આ મામલાની સ્વતંત્ર એજન્સી પાસે તટસ્થ તપાસ કરાવવા માંગણી છે. જાે આ બનાવમાં તટસ્થ તપાસ નહીં કરવામાં આવે તો મૃતકના પરીવારજનો અને ૧૦થી વધુ ગામના ગ્રામજનોને ગાંધી ચિંધ્યામાર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેવી અંતમાં ચિમકી ઉચ્ચારી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!