ગીર સોમનાથ જીલ્લાના ૫૦૦ બેંક કર્મીઓ હડતાળમાં જાેડાતા ૨૫૦ કરોડનું ટર્ન ઓવર ખોરવાયું

0

બેંક કર્મચારીઓ દ્વારા સરકારની ખોટી નીતી સામે બે દિવસની હડતાલના પ્રથમ દિને ગીર સોમનાથ જીલ્લાના આશરે ૫૦૦ થી વધુ સરકારી બેંક કર્મચારીઓ સરકારના ખાનગીકરણની વિરોધમાં હડતાળમાં જાેડાયા હતા અને જીલ્લાના મુખ્ય મથક વેરાવળ ખાતે બેંક ઓફ બરોડા (દેના બેક) પાસે એકઠા થઇ સરકારની ખોટી નીતિ સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. એક દિવસમાં હડતાળના કારણે ૨૫૦ કરોડનું ટર્ન ઓવર ખોરવાયું હોવાનું બેંક કર્મચારીઓ પાસેથી જાણવા મળેલ છે.
તા.૧પ અને તા.૧૬ બે દિવસની હડતાળ અંગે બેંક કર્મચારી યુનિયનના હીતેશભાઇ ચુડાસમાએ જણાવેલ કે, કેન્દ્ર સરકાર તમામ ક્ષેત્રોમાં ખાનગીકરણ કરવા માંગે છે એના વિરોધમાં બેંકના કર્મચારીઓ હડતાળ ઉપર છે અને આ કોઇ પગાર વધારા માટેની હડતાળ નથી ઉલટું દરેક કર્મચારી હડતાળ ઉપર જવાથી તેમનો બે દિવસનો પગાર કપાત થનાર છે. સરકારી બેંકો દ્વારા આપવામાં આવેલી લોનો મોટા ઉદ્યોગપતિઓ ભરતા નથી એટલે બેંકો ખોટમાં જાય છે તો એના માટે ખાનગીકરણ થઇ રહ્યું છે હકીકતમાં લોન લઇ બૂચ મારતાં ઉદ્યોગપતિઓ સાથે કાયદાકીય રીકવરી કરવાની જરૂર છે ખાનગીકરણની નહીં તેમજ સરકારી બેંકો ફકત ધંધો કરવા માટે નથી એ સમાજનાં મધ્યમ અને ગરીબ વર્ગના સામાજીક ઉત્થાન માટે ૭૦ વર્ષથી કામ કરે છે અને તમામ પ્રકારની સબસિડી વાળી લોન ફક્ત સરકારી બેંકો જ આપે છે. ખાનગી બેંક તો દસ હજારથી ખાતા ખોલે એમાં ફક્ત પૈસાદાર લોકો માટે સુવિધાઓ ઉપલબ્ધ છે તેમજ દરેક સરકારી બેંકોમાં ૩પ ટકા જેવા સ્ટાફની ઘટ છે જેની સામે છેલ્લા દસેક વર્ષમાં ભરતી ઓછી થઇ છે અને કામનું ભારણ વધી જતું હોવાનું એક યાદીમાં જણાવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!