જૂનાગઢ જુનિયર ચેમ્બર એજયુકેશન ટ્રસ્ટ સંચાલિત લો કોલેજમાં આઝાદીના અમૃત મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોલેજના ૩ર જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ૧ર મી માર્ચ દાંડીકુચના નવ દાયકાઓની સફળતા અંતર્ગત સૌપ્રથમ વિદ્યાર્થીઓ વચ્ચે આઝાદીના અમૃત મહોત્વ તરીકે દાંડી યાત્રા વિષય ઉપર વકૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા તેમજ ચિત્ર સ્પર્ધાનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓએ ભાગ લઈ રાષ્ટ્રીય વીરોની વિરગાથાને પોતાની અભિવ્યકિત દ્વારા પ્રસ્તુત કરી હતી.
સંસ્થાના પ્રમુખ અને માજી સાંસદ નાનજીભાઈ વેકરીયાના માર્ગદર્શન હેઠળ કેન્દ્રીય સરકાર દ્વારા આયોજીત આઝાદીના અમૃત મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત કોલેજ દ્વારા વર્ષ દરમ્યાન આઝાદીની ચળવળમાં સામેલ લડતવીરોની વિરગાથાને યાદ કરવામાં આવશે જેમાં વિવિધ વ્યાખ્યાન માળા, વકૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે. કોલેજમાં યોજાયેલ દાંડીકુચના કાર્યક્રમમાં પ્રિન્સીપાલ ડો.પરવેઝ બ્લોચ દ્વારા દેશના રાષ્ટ્રપિતા ગાંધીજીની જીવન યાત્રા વિષે વિશેષ વ્યાખ્યાન આપ્યું હતું. સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન ડો.કલ્પનાબેન રાઠોડે કર્યું હતું. ત્રિવિધ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રો.તેજસ પરમાર, મયુરીબેન ગોંધીયા સહીતના કર્મચારીગણે જહેમત ઉઠાવી હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews