ગિરનાર રોપવે, સાસણ સિંહ દર્શનમાં સુવિધાઓ વધારવા બજેટમાં વિશેષ જાેગવાઈ કરાઈ

0

ગુજરાત સરકારના બજેટમાં આ વખતે સિંહને ટુરિઝમ માટે મહત્વનું પરિબળ ગણીને તેને લગતી સુવિધાઓ માટે જાેગવાઇ કરાઇ છે. આ અંગે રાજ્યના કેબિનેટ કક્ષાના પ્રવાસન મંત્રી જવાહરભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે, સાસણમાં પ્રવાસીઓની સુવિધા માટે ૩૫.૪૦ કરોડની જાેગવાઇ કરાઇ છે. જેમાં સિંહ સદન, નેચર પાર્ક, અર્બોરેટમ ખાતે વિવિધ પ્રવાસી સુવિધા, બ્યુટીફિકેશન, દેવળિયા સફારી પાર્ક અને સનસેટ પોઇન્ટનો વિકાસ કરાશે. પ્રવાસીઓ માટે રૂા.૩.૪૦ કરોડના ખર્ચે ૧૦ એસી બસ પણ મૂકાઇ છે. એજ રીતે અમરેલી જિલ્લામાં આવતા આંબરડી સફારી પાર્ક ખાતે ટિકીટ બુકીંગ વિન્ડો, માહિતી કેન્દ્ર સહિતની પ્રવાસી સુવિધા માટે રૂા.૨૬.૭૭ કરોડની જાેગવાઇ કરાઇ છે. ગિરનાર રોપ-વેનો ઉલ્લેખ બજેટમાં કરાયો છે. જાેકે, તેનો ખર્ચ કંપનીએ કર્યો છે. પણ તેનાથી સરકારને થનાર રોયલ્ટીની આવકનો પણ સમાવેશ કરાયો છે. જૂનાગઢ શહેરમાં ઉપરકોટ ખાતે રીનોવેશન, કન્ઝર્વેશન અને રિસ્ટોરેશનની કામગિરી રૂા.૪૫.૯૧ કરોડના ખર્ચે કરાશે. જેમાં ૧૫ કરોડનો ખર્ચ અત્યાર સુધીમાં થઇ ચૂક્યો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!