જૂનાગઢ જીલ્લામાં શબ એ બારાત તહેવારની ઉજવણીમાં કોરોનાની માર્ગદર્શીકાનું પાલન કરવું

0

આવતીકાલ તા.૨૮ માર્ચના રોજ શબ એ બારાતની ઉજવણી થનાર છે. આ વખતે કોરોનાના પગલે મુસ્લિમ તહેવાર શબ એ બારાતની ઉજવણીમાં સરકારની કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવા અધિક જિલ્લા કલેકટર જૂનાગઢ દ્વારા જણાવાયું છે. સામાન્ય સંજાેગોમાં આ તહેવાર સંદર્ભે લોકો મોટી સંખ્યામાં મસ્જિદો અને કબ્રસ્તાનમાં એકત્રીત થતા હોય છે. હાલમાં કોરોના વાયરસના કેસોમાં વધારો થતો હોવાનું જણાઇ આવે છે. આવા સંજાેગોમાં મોટી સંખ્યામાં લોકો એકત્રીત થવાથી કોરોના સંક્રમણ વધવાની શક્યતા રહેલી છે. કોરોના વાયરસનું સંક્રમણ વધારે ફેલાય નહીં તે માટે શબ એ બારાતના તહેવાર સંદર્ભે મસ્જિદો તથા અન્ય સ્થળોએ લોકો એકત્રીત ન થાય કોરોના સંદર્ભમાં પ્રવર્તમાન ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન થાય તે આવશ્યક હોઇ કોરોના સંબંધમાં રાજ્ય સરકારની તથા કેન્દ્ર સરકારની પ્રવર્તમાન ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન થાય તથા સોશ્યલ ડિસ્ટન્સીંગ જળવાઇ રહે તે માટે જરૂરી તકેદારી રાખવા જૂનાગઢ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ડી.કે. બારીયા દ્વારા એક અખબારી યાદીમાં જણાવાયું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!