મનપામાં ટેકસ વસુલાતની કામગીરી તા.૩૦ અને ૩૧ માર્ચ સુધી ચાલું રહેશે

0

જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશ્નરની એક અખબારી યાદી જણાવે છે કે, જૂનાગઢ મહાનગરપાલિકા હદ વિસ્તારમાં મિલ્કત ધરાવતા તમામ મિલ્કતધારકોને જાણ કરવામાં આવે છે કે, નાણાકીય વર્ષ ર૦ર૦-ર૧ના વર્ષંના માર્ચ એન્ડીંગ હોય ટેકસ ધારકોની સાનુકુળતા માટે તા.૩૦/૩/ર૦ર૧ તથા ૩૧/૩/ર૦ર૧ના રોજ સવારે ૧૦ઃ૩૦ થી ૬ઃ૦૦ વાગ્યા સુધી વસુલાતની કામગીરી ચાલુ રહેશે ત્યારબાદ નાણાકીય વર્ષ ર૦ર૧-રર માટે મિલ્કતવેરાના કેલ્કયુલેશન માટે સોફટવેર અપડેટની કામગીરી ચાલુ હોય તા.૧/૪/ર૦ર૧થી ૭/૪/ર૦ર૧ સુધી ઘરવેરા શાખાની વસુલાતની કામગીરી બંધ રહેશે. તા.૮/૪/ર૦ર૧ થી વસુલાત તેમજ અન્ય કામગીરી રાબેતા મુજબ ચાલુ થશે જેની તમામ મિલ્કતધારકોએ નોંધ લેવા યાદીમાં જણાવાયું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews