ગીરનાર તળેટી અન્નક્ષેત્ર સંબંધે લેન્ડ ગ્રેબીંગ કાયદા નીચે થયેલ ફરિયાદ

0

જૂનાગઢનાં ભવનાથમાં ગીરનાર તળેટી અન્નક્ષેત્ર નામની આશરે રૂા. ૧૦ કરોડ ઉપરાંતની બજાર કિંમત ધરાવતી મિલ્કત જે ગીરનાર તળેટી રસ્તા ઉપર પોલીસ ચોકીની બાજુમાં દત્તચોક ખાતે આવેલી છે તેનો કબ્જાે અનધિકૃત શખ્સોએ કરી લેતાં અને ત્યાં પુરાવો ઉભો કરવા ખોટી પ્રતિમાઓ બેસાડી દીધેલ અને ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા છતાં ફરિયાદ ન લેતાં સદરહુ ટ્રસ્ટે ગુજરાત હાઈકોર્ટમાં પીટીશન દાખલ કરેલી હતી. ત્યારબાદ ભવનાથ પોલીસ સ્ટેશને ફરિયાદ લીધા બાદ પુરતી તપાસ કર્યા વગર ‘સી’ સમરી માંગી લીધેલ અને સાચા તહોમતદારને પકડવાને બદલે તપાસ યોગ્ય રીતે ન કરી અને જૈનોની આવી કરોડો રૂપિયાની કિંમતી જમીન અનધિકૃત શખ્સોએ પડાવી લીધેલ અને વારંવાર ભવનાથ પોલીસ સ્ટેશન, જૂનાગઢ રેન્જ આઈજી, જિલ્લા પોલીસવડા, ગૃહમંત્રી, મુખ્યમંત્રીને રજુઆત કરવા છતાં કબજાે પરત ન અપાવેલ અને અનધિકૃત શખ્સો તેમાં મોટાપાયે ફેરફાર કરવા માંડેલ હતા. કોર્પોરેશનની મંજુરી વગર અનધિકૃત બાંધકામ કરતા હતા છતાં પણ જૂનાગઢ મ્યુનિસીપલ કોર્પોરેશને અટકાવેલ નહીં. દરમ્યાન જમીન પચાવી પાડવા સંબંધે હાલનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકારે લેન્ડ ગ્રેબીંગનો નવો કાયદો લાવતાં તે કાયદા હેઠળ કલેકટર કચેરીમાં કેસ દાખલ થયેલ અને લેન્ડ ગ્રેબીંગ કાયદા નીચે દાખલ થયેલી પીટીશનમાં ચોંકાવનારા આક્ષેપો થયા છે. દત્તચોકમાં પોલીસ ચોકીની બાજુમાં જ અનધિકૃત કબજાે કરી લીધો હોવા છતાં આજ સુધી પોલીસે કોઈ પગલાં ભરેલ નથી અને નવા કાયદા નીચે કેસ દાખલ કરેલ છે. ગીરનાર તળેટી અન્નક્ષેત્રના ટ્રસ્ટી વિજયકુમાર શાંતીલાલ જૈને તેમના વકીલ કિરીટભાઈ સંઘવી મારફત લેન્ડ ગ્રેબીંગ કાયદા નીચે રચાયેલી સમિતિમાં કેસ રજુ કરવા માટે કલેકટર સમક્ષ રજુ કરેલ હતો. ટ્રસ્ટના ટ્રસ્ટીએ એવો આક્ષેપ કર્યો હતો કે, આ ધર્મશાળામાં અનધિકૃત શખ્સો રોજેરોજ બદલે છે તેથી કબજાે કોણે કરેલ છે તે ચોક્કસ કહી શકાતું નથી. પોલીસે સ્થળ ઉપર જઈને આવા અનધિકૃત શખ્સોને પકડી લેવા જાેઈએ. ધાર્મિક લાગણી ઉભી કરવા માટે આવા અનધિકૃત શખ્સોએ તેમાં અમુક મુર્તિઓ અને પ્રતિમાઓ બેસાડી છે. આવા અનધિકૃત સાધુઓએ ગેટ ઉપરથી ગુરૂ રાજેન્દ્રસુરી અને રવિન્દ્રસુરીના ફોટા ફાડી નાખ્યા હતા. એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ, જૂનાગઢને પણ આ બાબતે જાણ કરવા છતાં તેમણે પણ કોઈ પગલાં લીધા નથી. રાત્રે તાળા તોડીને કબજાે કરી લીધો હોય નજરે જાેનાર સાક્ષી ન મળે તે સામાન્ય છે પરંતુ અત્યારે જેણે કબજાે કરેલ છે તે જ તહોમતદાર છે છતાં ભવનાથ પોલીસ સ્ટેશન દ્વારા કોઈ પગલાં લેવાયા નથી. હાલ અનધિકૃત રીતે કબજાે કેટલાક અસામાજીક તત્વોએ કરી લીધો છે અને તેમની સંખ્યા ખુબ જ વધુ હોય રોજેરોજ ત્યાં બેસનારાઓની સંખ્યા ફરતી રહે છે. લેન્ડ ગ્રેબીંગના કાયદા નીચે ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ એવી રજુઆત કરેલ છે કે, જેમનો કબજાે છે તે સાધુઓના નામ અનિશ્ચિત છે પરંતુ તેના ઉપર જે બોર્ડ મારેલ છે તેમાં વ્યવસ્થાપકનું નામ અને મોબાઈલ નંબર લખેલ છે તેમની સામે કોઈ પગલાં લેવાયા નથી. આ અંગે અવારનવાર વહીવટી તંત્ર અને પોલીસ તંત્રને રજુઆત કરવા છતાં પણ ભવનાથ વિસ્તારમાં જાણે કાયદો લાગુ પડતો જ નથી તે રીતે કોઈ પગલાં ભરવામાં આવેલ નથી. આ ઉપરાંત ધર્મશાળાની બહાર પણ જૈનોને ડરાવવા માટે કોઈ દરબારનો ફોન નંબર લખેલ હતો. ધર્મશાળાની અંદર ફેરફાર કરીને તેની અંદર મુર્તિ પ્રતિષ્ઠા કરી દીધી છે અને મંદિર પણ બનાવી દીધું છે. આ જગ્યામાં પ્રતિમાનું સ્થાપન કરાતું હતું ત્યારે સંબંધિત તમામ અધિકારીઓનું ધ્યાન દોરેલ હતું કે, ભવિષ્યમાં આ પ્રશ્ન ખુબ જ ગંભીર બની જાય તેમ છે માટે તાત્કાલીક પગલાં લેવાય તે જરૂરી છે પરંતુ વહીવટી તંત્ર કે પોલીસ તંત્રનાં પેટનું પાણી હલ્યું નહીં તે દુઃખદ વાત છે. આ સંજાેગોમાં નવા કાયદા નીચે તાત્કાલીક આ અનધિકૃત શખ્સોને પકડીને જેલમાં પુરી દેવા અને ધર્મશાળાનો કબજાે ટ્રસ્ટને સોંપવા માટે માંગણી થયેલી છે. ઘણા લાંબા સમયથી ટ્રસ્ટ દ્વારા રજુઆત કરવા છતાં કબજાે મળેલ નહીં અને અનધિકૃત શખ્સો તેમાં રોજરોજ ફેરફાર કરવા માંડેલ અને હાલમાં કમ્પાઉન્ડ વોલ તોડીને મોટો ગેટ બનાવવા માટેની તજવીજ ચાલે છે. આ સંજાેગોમાં ટ્રસ્ટના ટ્રસ્ટી વિજયકુમાર શાંતીલાલ જૈને તાત્કાલીક પગલા લેવા માટે અને અનધિકૃત શખ્સો સામે પગલા લઈ જેલમાં ધકેલા સંબંધે રજુઆત કરી છે. ધાર્મિક સ્થાનોમાં રાતોરાત કબજાે કરી લીધો હોય તેવા બનાવમાં નવા કાયદા નીચે ફરીયાદ થયેલ હોય હવે કલેકટર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે તે બાબતે સમગ્ર જૈન સમાજ આશા રાખીને બેસેલ હોવાનું વન મેન આર્મી, જૂનાગઢનાં સંયોજક કિરીટ બી. સંઘવીની યાદીમાં જણાવાયું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!