સંશોધકોની એક ટીમે શોધી કાઢ્યું છે કે કોવિડ-૧૯ જેના કારણે થાય છે તે વાયરસ સાર્સસીઓવી-૨ને અટકાવવા માટે સામાન્ય ઉપયોગમાં લેવાતી ત્રણ એન્ટી વાયરલ અને એન્ટી મેલેરિયલ ડ્રગ કોરોના માટે અસરકારક છે. જરનલ એસીએસ ઓમેગામાં પ્રસિદ્ધ થયેલા અહેવાલ અનુસાર ઇબોલા અને મારબર્ગ વાયરસ સામે પણ અસરકારક પુરવાર થયેલ આ ત્રણ એન્ટી-વાયરલ ડ્રગમાં-પીલોરોન, ક્વિનાક્રાઇન અને પાઇરોનેરીડીનનો સમાવેશ થાય છે. સંશોધકોની એક ટીમે શોધી કાઢ્યું છે કે, કોવિડ-૧૯ જેના કારણે થાય છે તે વાયરસ સાર્સ-સીઓવી-૨ને અટકાવવા માટે સામાન્ય ઉપયોગમાં લેવાતી ત્રણ એન્ટી વાયરલ અને એન્ટી મેલેરીયલ ડ્રગ કોરોના માટે અસરકારક છે. જરનલ એસીએસ ઓમેગામાં પ્રસિદ્ધ થયેલા અહેવાલ અનુસાર ઇબોલા અને મારબર્ગ વાયરસ સામે પણ અસરકારક પુરવાર થયેલ આ ત્રણ એન્ટી-વાયરલ ડ્રગમાં-પીલોરોન, ક્વિનાક્રાઇન અને પાઇરોનેરીડીનનો સમાવેશ થાય છે. અમેરિકામાં નોર્થ કેરોલીના યુનિવર્સિટીના સંશોધક એના પુહલે જણાવ્યું હતું કે, અમે એવા ઘટકોની શોધમાં છીએ કે જે માનવીની કોશિકાઓમાં વાયરસને પ્રવેશતા અટકાવે. અમે આ કમ્પાઉન્ડની પસંદગી કરી છે કારણ કે અમે જાણીએ છીએ કે ઇબોલા સામે સફળતાપૂર્વક કામ કરનાર અન્ય એન્ટી-વાયરલ સાર્સ-સીઓવી-૨ને રોકવામાં પણ અસરકારક રહેશે. અભ્યાસ માટે આ કમ્પાઉન્ડની સાર્સ-સીઓવી-૨ તેમજ સામાન્ય શરદીના વાયરસ એચસીઓવી-૨૨૯ ઇ અને હિપેટાઇટીઝના વાયરસ એમએચવી સામે પણ તેનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. સંશોધકોએ માનવ શરીરમાં સાર્સ-સીઓવી-૨ સંક્રમણ માટે સંભવિત નિશાનનું પ્રતિનિધિત્વ કરતી વિવિધ કોશિકામાં તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમણે જુદા જુદા વાયરસ સાથે કોશિકાઓને સંક્રમિત કર્યા હતાં અને ત્યાર બાદ આ સેલ્સમાં આ કમ્પાઉન્ડ વાયરસને અટકાવવા માટે કઇ રીતે કામ કરે છે તે જાેયું હતું. ટીમને જણાયું હતું કે તેના પરિણામો મિશ્ર હતાં અને માનવ સેલ લાઇન્સમાં અમોને જાણવા મળ્યું છે કે આ ત્રણેય કમ્પાઉન્ડ રેમડે શિવીરની જેમ કામ કરે છે કે જેનો હાલ કોવિડ-૧૯ના ઇલાજમાં થાય છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews