ગુજરાતની ૧૦૬૭૪ પ્રાથમિક શાળાઓના હજારો બાળકો સાદુ(અશુધ્ધ) પાણી પીએ છે !

0

રાજય સરકાર સ્વચ્છતા અને સ્વાસ્થ્યની વાતો કરવા સાથે તે માટે વિવિધ પગલાં આયોજનો કરી રહી હોવાના દાવા કરે છે. પરંતુ રાજયની ૧૦૬૭૪ પ્રાથમિક શાળાઓ એવી છે કે જેના હજારો વિદ્યાર્થીઓ શુધ્ધિકરણ કર્યા વિનાનું સાદુ (અશુધ્ધ) પાણી પીવે છે. સરકારના જ દફતરેથી બહાર આવેલ વિગતો મુજબ આટલી મોટી સંખ્યાની પ્રાથમિક શાળાઓમાં હજુ સુધી પાણીના શુધ્ધિકરણ માટે કોઈ વ્યવસ્થા કરાઈ નથી. વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા પૂછવામાં આવેલ પ્રશ્નોના જવાબમાં સરકાર તરફથી જવાબમાં દર્શાવાયેલ હકીકત એવી છે કે, રાજયના ૩ર જિલ્લાઓમાં ૩૦,૯ર૬ પ્રાથમિક શાળાઓ કાર્યરત છે. જે પૈકીની ર૦,રપર શાળાઓમાં પીવાના શુધ્ધ પાણી માટે શુધ્ધિકરણ પ્લાન્ટ (આરઓસિસ્ટમ) લગાવવામાં આવેલ છે. જયારે અન્ય ૧૦,૬૭૪ પ્રાથમિક શાળાઓમાં આ પ્રકારની કોઈ સિસ્ટમ લગાવવામાં આવી નથી. આ શાળાઓમાં આરઓ સિસ્ટમ અથવા અન્ય કોઈપણ જાતની પાણી શુધ્ધકરવાની વ્યવસ્થા કરાઈ નથી. જેના કારણે શાળાઓના હજારો વિદ્યાર્થીઓ શુધ્ધિકરણ વિનાનું પાણી પીવા મજબૂર છે. એટલું જ નહી બીજાે મુદ્દો એ બહાર આવ્યો છે કે આ ૩ર જિલ્લાની આટલી બધી મોટી સંખ્યાની (ર૦,રપર) પ્રાથમિક શાળાઓના આરઓ પ્લાન્ટનો રિપેરીંગ કોન્ટ્‌્રાકટ અમદાવાદની ત્રણ કંપનીને અપાવવામાં આવેલ છે અને રિપેરીંગ પાછળ આ કંપનીઓને રૂા.૮.૩૧ કરોડની માતબર રકમ છેલ્લા બે વર્ષ દરમ્યાન ચૂકવવામાં આવી છે. એટલે પ્રશ્ન એ થાય છે કે અમદાવાદ આસપાસના જિલ્લામાં તો સમજી શકાય કે આ ત્રણ કંપની રિપેરીંગ વગેરે માટે તરત પહોંચી શકે પરંતુ છેક પોરબંદર, કચ્છ, વલસાડ, નવસારી જેવા દૂર અંતરના જિલ્લાઓમાં કેવી રીતે ઝડપથી કામગીરી શકય બને ? ત્યારે અમદાવાદની જ કંપનીને રિપેરીંગ કોન્ટ્રાકટ આપવાને બદલે જે તે જિલ્લાની કંપનીને રિપેરીંગ કોન્ટ્રાકટ આપવો સરળ અને યોગ્ય ગણાય તેવો પ્રશ્ન પણ કોંગ્રેસે ઉઠાવ્યો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!