રાત્રી કફર્યુમાં અટવાયેલા ડોકટરને વેરાવળ ખાતે પહોંચાડવાની પોલીસે વ્યવસ્થા કરી

0

જૂનાગઢ રેન્જના આઈજીપી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે. જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનનના ઇન્ચાર્જ પીએસઆઇ કે.કે. મારૂ, વી.કે. ડાકી, સ્ટાફના હે.કો. ભદ્રેશભાઈ, પો.કો. જૈતાભાઇ સહિતના સ્ટાફની ટીમ કોરોના વાયરસ અનુસંધાને રાત્રી કરફ્યુના અમલ અન્વયે સાબલપુર ચેકપોષ્ટ ખાતે વાહન ચેકીંગમાં હતા, ત્યારે રાજકોટ તરફથી આવેલ વાહનમાં વેરાવળ ખાતે રહેતા ડો. જયેશભાઇ લાખાણી સાબલપુર ચોકડી ખાતે ઉતરેલ હતા. પોતે ત્યાં હાજર જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનનના ઇન્ચાર્જ પીએસઆઇ કે.કે. મારૂ, વી.કે. ડાકી સાહિતનાએ પૂછપરછ કરતા, પોતે ગાંધીનગર સચિવાલયમાં મિટિંગમાં ગયેલ અને પરત આવતા, જૂનાગઢ સુધીનું વાહન મળતા, હાલના કરફ્યૂના સંજાેગોમાં અટવાયેલા હોવાની હકીકત જણાવેલ હતી. જૂનાગઢ પોલીસ ટીમ દ્વારા તેઓને વેરાવળ તરફ જતા વાહનમાં બેસાડી, વેરાવળ જવાની વ્યવસ્થા કરી આપી હતી. જૂનાગઢ પોલીસનું હાલના કોરીના વાયરસ સંક્રમણના સંજાેગોમાં માનવતા ભર્યું વલણ અપનાવી, ડોકટરને વેરાવળ જવાની અડધી રાત્રિએ વ્યવસ્થા કરી આપતા, વેરાવળના ડોકટર દરજ્જાના સદગ્રહસ્થ દ્વારા જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. જૂનાગઢ પોલીસ દ્વારા પણ પોતાની ફરજ ગણાવી, હાલના સંજાેગોમાં સમયસર પોતાની નિર્ધારિત જગ્યાએ પહોંચી જવા અને કરફ્યુ ભંગ નહીં કરવા વિનંતી પણ કરવામાં આવેલ હતી. ડોકટરને પોલીસનો આવો અનોખો અનુભવ અને પોતાને અડધી રાત્રે જૂનાગઢ પોલીસની મદદ મળતા, પરત વેરાવળ જવાની વ્યવસ્થા કરી આપતા, ખૂબ જ ભાવ વિભોર થઈ, આભારની લાગણી વ્યક્ત કરી, કામ કરનાર જૂનાગઢ પોલીસ સ્ટાફનો વારંવાર આભાર વ્યક્ત કરતા હોય, સાબલપુર ચોકડી ખાતે ભાવવાહી દ્રશ્યો સર્જાયા હતા. જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટીની સૂચનાથી જૂનાગઢ પોલીસ દ્વારા અડધી રાત્રે હાલના કરફ્યૂના સમયમાં અટવાઈ પડેલા વેરાવળના ડોક્ટરને વેરાવળ ખાતે પહોંચાડવાની વ્યવસ્થા કરી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે, એ સૂત્ર જૂનાગઢ જિલ્લા પોલીસએ ફરીવાર સાર્થક કર્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!