ગાંધીનગરનું અક્ષરધામ મંદિર ૩૦ એપ્રિલ સુધી ભકતો માટે બંધ રહેશે

0

ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસો વધતાં સ્થિતિ વધુ ગંભિર બની છે. સંક્રમણ વધવાથી રાજ્યમાં અનેક ગામડાઓમાં સ્વૈચ્છિક લોકડાઉન લગાવવાનો ર્નિણય કરવામાં આવ્યો છે. તે ઉપરાંત સરકારે રાજ્યના ૨૦ શહેરોમાં રાત્રે આઠ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધીનો કર્ફ્‌યૂ પણ લાદી દીધો છે. બીજી બાજુ બાગ બગીચા, જિમ સહિત અનેક જાહેર જગ્યાઓ પણ બંધ કરી દેવામાં આવી છે. ત્યારે ગાંધીનગરમાં અક્ષરધામ મંદિરને ૯મી એપ્રિલથી ૩૦ એપ્રિલ સુધી દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવ્યું છે. બીજી તરફ અમદાવાદમાં કાલુપુરનું સ્વામિનારાયણ મંદિર પણ અનિશ્ચિત સમય સુધી બંધ રાખવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. તે ઉપરાંત સ્વામિનારાયણ સંપ્રદાયના ૨૩ મંદિરો પણ બંધ રહેશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews