દ્વારકા : વેપારી એસો. દ્વારા એક અઠવાડિયા સ્વૈચ્છીક બંધનો ર્નિણય તો કર્યો પણ ખાણી-પીણી અને રેસ્ટોરેન્ટ ધંધાર્થીઓ ૯ વાગ્યા સુધી વેપાર કરી શકશે !

0

તાજેતરમાં ગુજરાતભરમાં કોરોનાની મહામારીએ ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. ત્યારે રાજ્યના શહેરોમાં રાત્રી કફર્યુ શરૂ કરવાનો હુકમ રાજ્યના મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવતા તેની અમલવારી પણ શરૂ થઇ ગઇ છે. પરંતુ રાજ્યમાં જે જગ્યાએ કફર્યુ લાદવામાં નથી આવેલ તે શહેર અથવા તાલુકા અને નાના ગામોમાં, વેપારીઓ સંસ્થાઓ અને મંડળો દ્વારા એક અઠવાડિયું વિકેન જેવા સ્વેૈચ્છાએ શરૂ કરવાના સૂચનો થઈ રહ્યા છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ છેલ્લા એક અઠવાડિયાથી કોરોનાના કેસ વધુ આવતા ઓખામંડળના વેપારી એસોસિએશન દ્વારા શુક્રવારે સ્વૈચ્છિક બંધ રાખવા અંગે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ મિટિંગમાં દ્વારકા, ઓખા, મીઠાપુર, સૂરજકરાડી સહિતના ગામોના વેપારી એસોસિએશનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત સરકારી તંત્ર અને પોલીસ તંત્રના અધિકારીઓ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે વધતા જતા સંક્રમણને રોકવા એવી વાત ઉપર ચર્ચા થઈ હતી કે, તારીખ ૧૦ એપ્રિલથી ૧૬ એપ્રિલ એટલે કે એક અઠવાડિયા સુધી દરરોજ સાંજે ૬ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી વેપાર-ધંધા બંધ રાખવા ર્નિણય કરવામાં આવતા તમામ વેપારી એસોસિએશન દ્વારા આ ર્નિણયને સ્વિકારવામાં આવ્યો હતો. પરંતુ તાજુ પમાડે તેવી બાબત એ છે કે, આ મિટિંગમાં એવી પણ ચર્ચા કરવામાં આવી હતી કે ખાણીપીણીની લારીઓવાળા, ચા હોટલ અને રેસ્ટોરન્ટના વેપારી રાત્રિના નવ સુધી ખુલ્લા રાખવામાં આવી હતી. હવે જાે મૂળ સંક્રમણ આમ જાેઈએ તો રાજ્યમાં મોટા ભાગે ખાણીપીણી તેમજ ચા અને પાનના ગલ્લા ઉપર ગીરદી થવાની સાથે ખેલાડી છે. તો પછી આ તમામ પ્રકારના ધંધા-વેપારઓ જાે રાત્રીના નવ સુધી ચાલું રહે તો પછી વેપારી એસોસિએશન જે પ્રશ્ન સારી બાબતે વિચારે છે. તેમાં જાેઇએ તેટલો પ્રતિસાદ જાળવી નહીં શકાય જાે સંક્રમણને રોકવા માટે સ્વૈચ્છિક બંધ માટે વેપારીઓ વિચારતા હોય તો તમામ ગામોમાં સાંજના છ વાગ્યા બાદ તમામ પ્રકારના વેપાર-ધંધા બંધ રાખવા પડે. પરંતુ આવશ્યક સેવાઓ જેવી કે દૂધની ડેરીઓ, મેડિકલ સ્ટોર આ તમામ રાબેતા મુજબ ચાલું રાખી શકાય. ત્યારે સાંજના ૬ પછી હાલ જે ર્નિણય કરવામાં આવ્યો છે તે ર્નિણયમાં ફેરફાર કરવાની તાતી જરૂર છે. કેમ કે વેપારીઓનો જે પર્પસ છે સંક્રમણ રોકવાનો તો તે ત્યારે જ શક્ય છે કે સાંજના છ વાગ્યા પછી તમામ વેપાર-ધંધાઓ બંધ રાખવામાં આવે. હાલ તો લોકોમાં એવી ચર્ચાઓ થઈ રહી છે કે આ કેવા પ્રકારનું બંધ કરવાનો ર્નિણય કરવામાં આવ્યો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!