કેશોદમાં સ્વૈચ્છીક લોકડાઉન, આજથી શહેરની તમામ દુકાનો બે દિવસ બંધ રહેશે

0

કેશોદ શહેરમાં કોરોના મહામારીને લઈને વધી રહેલા કેસોને ધ્યાનમાં લઈને ગઈકાલે કેશોદ ચેમ્બર્સ ઓફ કોમર્સ, વેપારી મહામંડળ તથા કેશોદ વેપારી એસોસિએશનના પ્રમુખો, રાજકીય અને સામજિક આગેવાનો તેમજ તમામ એન.જી.ઓ, દરેક સમાજના પ્રમુખઓની હાજરીમાં રણછોડ રાયજી મંદિરે મળેલ બેઠકમાં આવતીકાલે એટલે કે આજથી શનિવાર અને રવિવાર બે દિવસ કેશોદમાં ધંધા રોજગાર સંપૂર્ણ બંધ રાખી સ્વૈચ્છીક લોકડાઉનનો સર્વાનુમતે નિર્ણય કરેલ છે. જેથી બે દિવસ તમામ બજાર બંધ રહેશે. આ બેઠકમાં આ બે દિવસના લોકડાઉન દરમ્યાન વેપારી દુકાન ખોલેતો રૂપિયા પાંચસો દંડ લેવાનું પણ નકકી કરવામાં આવેલ હતું. કેશોદમાં બે દિવસીય લોકડાઉન જાહેર થતાં બે દિવસ બજારો બંધ રહેવાના કારણે શુક્રવારે લોકોમોટી સંખ્યામાં ખરીદી માટે ઉમટી પડતા કેશોદની બજારમાં ખરીદી માટે લોકોની ભારે ભીડ જાેવા મળતા સોશ્યલ ડીસ્ટન્સનું પાલન કરવાનું પણ લોકો ભાન ભૂલ્યા હતા અને આજે સવારે છુટાછવાયા પાનના ગલ્લા ચાની હોટલો ખુલ્લી પણ જાેવા મળી હતી. કેશોદમાં વેપારી મંડળ અને સામાજીક સંસ્થાઓ દ્વારા મહામારીમાં શનિ-રવિ બે દિવસ લોકડાઉનોનો આવકાર દાયક ર્નિણય કરતા શહેરની બજારમાં સોમવારથી રાબેતા મુજબ ધંધા-રોજગાર ચાલું થઈ જશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!