સોમનાથ દર્શન પહોંચેલ મહિલા યાત્રીક પાસેથી સુરક્ષાકર્મીએ પર્સ ચેક કરવા માંગતા ઝઘડો કરી માર મારતા ફરજમાં રૂકાવટની થતી ફરીયાદ

0

પ્રથમ જયોતિર્લીંગ ભગવાન સોમનાથ મહાદેવ મંદિર ઝેડ પ્લસ સુરક્ષા હેઠળ હોય ત્યારે એક મહિલા યાત્રીકે તેમનું પર્સ ચેક કરવા નહિં દેતા અને ફરજ ઉપરના મહિલા પોલીસ કર્મચારી સહીતનાને ઢીકાપાટુનો માર મારતા ફરજમાં રૂકાવટ અંગેની ફરીયાદ પોલીસમાં નોંધાયેલ છે. આ બનાવની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સોમનાથ મંદિરના દિગ્વીજય દ્વાર પાસે મહિલા વિભાગમાં મહિલા પો.કો. કાજલબેન ડોડીયા, જી.આર.ડી. સભ્ય દેવીબેન, ગંગાબેન, દક્ષાબેન, ગીતાબેન સહીતના તેમની ફરજ બજાવી રહેલ દરમ્યાન એક મહિલા યાત્રાળુ દર્શનાર્થે આવતા તેમના હાથમાં પર્સ હોવાથી તેને રોકી પર્સ ચેક કરવા માટે માંગતા તે પર્સ ચેક કર્યા વગર જવાની જીદ કરવા લાગેલ અને ઉશ્કેરાઇ જઇ બીભત્સ શબ્દો બોલતા હોવાથી યાત્રાળુ મહિલાને સમજાવવા જતા ઝપાઝપી કરવા લાગેલ હતા.  આ સમયે વચ્ચે પડેલ અન્ય મહિલા પોલીસ કર્મચારીને પણ થપ્પડ મારતા અંતે મહિલા પી.એસ.આઇ. પ્રવિણાબેન સાંખટને બોલાવતા તેની સાથે પણ મન ફાવે તેવું વર્તન કરી ચેકીંગ કર્યા વિના મંદિરમાં જતા હોવાથી મહિલા યાત્રીકને રોકી પોલીસ સ્ટેશનએ લઇ જવાયેલ જયાં તેમનું પર્સ ચેક કરતા ડ્રાઇવીંગ લાયસન્સના આધારે આ મહિલા યાત્રીકનું નામ ઉર્વશીબેન શંકરલાલ પટેલ રહે.ડુંગળી પ્રમુખવાટીકા સોસાયટી, જેસપોર જી.વલસાડ હોવાનું જણાયેલ હતુ. જેના આધારે મહિલા યાત્રીક ઉર્વશીબેન સામે પોલીસએ ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ પી.એસ.આઇ. પરમારે હાથ ધરેલ છે.

error: Content is protected !!