ધો.૧૨ સાયન્સનું પરિણામ વહેલું જાહેર કરાય તે માટે શિક્ષણ બોર્ડ દ્વારા પ્રયત્નો શરૂ કરાયા છે. શુક્રવારથી ધો.૧૨ સાયન્સના વિદ્યાર્થીઓના ગુણ બોર્ડને ઓનલાઈન મોકલવા માટેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ કામગીરી પૂર્ણ થયા બાદ પરિણામ તૈયાર કરવાની કામગીરી હાથ ધરાશે. સાયન્સમાં નિયમિત વિદ્યાર્થીઓની સંખ્યા ૧.૧૦ લાખ જેટલી હોવાથી બોર્ડ દ્વારા કામગીરી ઝડપથી પૂર્ણ કરી પરિણામ જાહેર કરી દેવામાં આવશે. આ પરિણામ જાહેર થયા બાદ મેડિકલ-ઈજનેરી સહિતના અભ્યાસક્રમોમાં પ્રવેશ કાર્યવાહી શરૂ કરવાની હોવાથી બોર્ડ દ્વારા હાલમાં સાયન્સના પરિણામ પણ ધ્યાન કેન્દ્રીત કરાયું છે. સરકાર દ્વારા ધો.૧૨ સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષા રદ કરવાની જાહેરાત બાદ બોર્ડ દ્વારા પરિણામ તૈયાર કરવા માટેની માર્ગદર્શિકા જાહેર કરી હતી. જેના આધારે સ્કૂલોએ વિદ્યાર્થીઓને ગુણ આપવાની કામગીરી પૂર્ણ કરી લીધી હતી. આ કામગીરી પૂર્ણ થયા બાદ શુક્રવારથી બોર્ડમાં વિદ્યાર્થીઓના ઓનલાઈન ગુણ મોકલવા માટેની કામગીરી શરૂ થઈ હોવાનું જાણવા મળે છે. આ કામગીરી પૂર્ણ થયા બાદ બોર્ડ દ્વારા પરિણામ તૈયાર કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવશે. શિક્ષણ બોર્ડ દ્વારા રાજ્યની તમામ માધ્યમિક શાળાઓના આચાર્યને ઉદ્દેશીને કરવામાં આવેલા પરિપત્રમાં જણાવાયું છે કે, ધો.૧૨ સાયન્સના નિયમિત વિદ્યાર્થીઓના નિયત માળખા મુજબના ગુણ તથા પ્રાયોગીક પાસુ ધરાવતા વિષયના ગુણ બોર્ડની વેબસાઈટ ઉપર ઓનલાઈન ૨૫ જૂનથી ૧ જુલાઈ સુધી ભરવાના રહેશે. નિયમિત વિદ્યાર્થીઓના ગુણ તેમના નામ અને એપ્લિકેશન નંબરના આધારે ભરવાના રહેશે. ઓનલાઈન ગુણ ભરવા માટે શાળાના ઈન્ડેક્ષ નંબર અને નોંધાયેલા મોબાઈલ નંબર અથવા ઈ-મેઈલ આઈડીનો ઉપયોગ કરી લોગીન કરી શકાશે. જ્યારે ધો.૧૨ સામાન્ય પ્રવાહના નિયમિત વિદ્યાર્થીઓના ગુણ ઓનલાઈન ભરવા માટેની તારીખ બોર્ડ દ્વારા ૨૮ જૂનના રોજ જાહેર કરવામાં આવશે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews