ગીર સોમનાથ જીલ્લાના વેરાવળ તાલુકાના આદ્રી ગામથી કોડીનાર તાલુકાના મુળ દ્વારકા સુધીની કેનાલનું કામ તાજેતરમાં રાજય સરકારે મંજુર કર્યુ છે. આ કામ માટે વર્ષોથી સોમનાથના પૂર્વ ધારાસભ્ય જસાભાઈ બારડ, રાજશીભાઇ જાેટવા, ઝવેરીભાઇ ઠકરાર સહિતના સક્રીય રહી રજુઆતો કરતા હતા જે અંતે સફળ થયેલ છે. વેરાવળ તથા સુત્રાપાડા તાલુકાના દરીયાઈ પટી વિસ્તારના ગામડાઓમાં દરીયાઈ ખારાસ આગળ વધતી હોવાથી સારી એવી જમીનો બંજર થઈ રહી હતી. જેના પગલે ઘણા સમયથી ખેડુતોને પોતાની ખેતીમાં પારાવાર મુશ્કેલી ઉભી થતી હોવાની સાથે આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. જે સમસ્યાના નિવારણ માટે ઘણા વર્ષોથી સોરઠના સાંસદ રાજેશભાઈ ચુડાસમા, પ્રદેશ મંત્રી ઝવેરીભાઈ ઠક્કર, પૂર્વ ધારાસભ્ય જસાભાઈ બારડ, રાજશીભાઈ જાેટવા સહિતનાએ પ્રથમ વખત સને ૨૦૦૭માં રજુઆત કરેલ ત્યારબાદ તે અંગે સર્વે સહિતની કાર્યવાહી હાથ ધરાયેલ હતી. બાદમાં યેનકેન દરીયાકાંઠાનો વિસ્તાર હોવાથી ખાસો સમય પસાર થયો હતો. જેમાં અંતે તાજેતરમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આ કેનાલ બનાવવાના કામને મંજૂર કર્યુ છે. જેમાં સ્થાનીક ભાજપના નેતાઓની વર્ષો જૂની રજુઆત મુજબ વેરાવળના આદ્રીથી કોડીનારના મુળ દ્વારકા સુધી ૪૦ કિલોમીટર લાંબી કેનાલ રૂા.૧૦૨ કરોડના ખર્ચે બનાવવાની રાજય સરકારએ મંજૂરી આપી જાહેરાત કરી છે. આ કેનાલ બની ગયા બાદ વેરાવળ તાલુકાનાં આદ્રી, વડોદરા ડોડીયા, નવાપરા, ડારી, સુત્રાપાડા તાલુકાના કદવાર, વડોદરા ઝાલા, લોઢવા, ધામળેજ વગેરે ગામડાઓના ખેડુતોને મોટો ફાયદો થશે. ખેડૂતોના ખેતરોમાં વધતી ખારાશ અટકી જવાની સાથે જમીનની ફળદ્રુપતા પણ વધશે. આ કેનાલ મુદે સોમનાથના પૂર્વ ધારાસભ્ય જશાભાઈ બારડ જયારે ધારાસભ્ય હતા તે સમયે ખેડૂતોના હિતને ધ્યાને રાખી અનેક વખત કેનાલના કામને લઈ રજુઆતો કરેલ હતી. આ કેનાલ મંજુર થતાં જસાભાઈ બારડે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિતનાનો આભાર વ્યકત કરતા જણાવેલ કે, ભારતીય જનતા પાર્ટી સતત વિકાસના કામોને વેગ આપનારી છે. છેવાડાના ગામડે બેઠેલા ખેડુતોની ચિંતા કરે છે. સરકારના આ ર્નિણયથી ખેડૂતોની મુશ્કેલીનો અંત આવવાની સાથે ફાયદો થશે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews