કોરોના દરમ્યાન માતા કે પિતાની છત્રછાયા ગુમાવનાર સંતાનને ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા શિક્ષણ ફીમાંથી મુક્તિ

0

ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના અનુસ્નાતક ભવનો, સંલગ્ન અનુસ્નાતક કેન્દ્રો, માન્ય સંસ્થાઓ તથા સંલગ્ન કોલેજાેમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના માતા અથવા પિતા અથવા તો બન્નેનું કોરોના મહામારી દરમ્યાન અકાળે દુઃખદ અવસાન થયુ  હોય તેવા કિસ્સામાં અસરકર્તા વિધાર્થીને શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ માટે શિક્ષણ ફી ભરવામાંથી સંપૂર્ણ મુક્તિ આપવા અંગેનો વિધાર્થીલક્ષી ર્નિણય ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિશ્રી  પ્રો. ચેતનભાઈ ત્રિવેદી તથા એક્ઝીક્યુટીવ કાઉન્સિલ સહિતના સત્તામંડળ દ્વારા કરવામાં આવેલ છે. શિક્ષણ ફી ભરવામાંથી મુક્તિ મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી સંલગ્ન તમામ સરકારી/અનુદાનિત/ર્સ્વનિભર કોલેજાે તથા અનુસ્નાતક કેન્દ્રોના આચાર્યઓ/વડાઓને દરખાસ્ત કરવાની રહેશે અને કોરોના(કોવીડ-૧૯)થી તેઓના માતા કે પિતાનું અવસાન થયેલું છે તેવા આધાર પુરાવાઓ રજુ કરવા જણાવવામાં આવે છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!