આજે સવારે જૂનાગઢનાં કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં

0

ગત રવિવારથી વરસાદી માહોલ સમગ્ર સોરઠ પંથકમાં જામ્યો છે. સવારથી જ આકાશ ઘટાટોપ વાદળોથી છવાઈ જાય છે. દિવસ દરમ્યાન અનેકવાર વરસાદનાં હળવાથી ભારે ઝાપટા પડે છે. દરમ્યાન ગઈકાલે જૂનાગઢનાં કેટલાક વિસ્તારોમાં બપોર બાદ ભારે વરસાદ પડયો હતો અને દોઢ ઈંચ જેવો વરસાદ પડયાનાં અહેવાલ છે જયારે અનેક વિસ્તાર એવા રહયા હતા કે જયાં વરસાદનાં ઝાપટા જ રહયા હતા.  જૂનાગઢ શહેરમાં લાંબા વિરામ બાદ શહેરના અમુક વિસ્તારોમાં મેઘરાજાની સવારી આવી પહોંચી હતી. મેઘરાજાએ મધુરમ, ટીંબાવાડીમાં ધુંઆધાર બેટીંગ કરી ૧.૫ ઇંચ વરસાદ વરસાવતા ચારો તરફ પાણી પાણી થઇ ગયું હતું. જાેકે, શહેરના અન્ય વિસ્તારોમાં ક્યાંક માત્ર ઝાપટા સ્વરૂપે હાજરી પુરાવી હતી તો અનેક વિસ્તારોમાં વરસાદ ન પડતા ધૂળની ડમરીઓ ઉડતી જાેવા મળી હતી. જૂનાગઢ શહેરના મધુરમ, મંગલધામ, ટીંબાવાડી, દિપાંજલી સહિતના અનેક વિસ્તારોમાં બપોરના સમયે વાદળછાયું વાતાવરણ થઇ ગયું હતું. થોડો સમય લોકોએ ભારે બફારાનો સામનો કર્યો હતો. બાદ મેઘરાજા જાણે મનમૂકીને વરસી રહ્યા હોય તેમ ૧.૫ ઇંચ વરસાદ પડતા આ વિસ્તારો પાણી પાણી થઇ ગયા હતા. રસ્તાઓ ઉપર ઘૂંટણ સુધીના પાણી ભરાઇ ગયા હતા. જ્યારે મંગલધામમાંથી પસાર થતા વોકળો બેકાંઠે વહેતો થયો હતો. દરમ્યાન લાંબા સમય બાદ અને એમાંયે બપોરના સમયે વરસાદ થતા લોકોને ગરમી અને બફારાથી મુક્તિ મળી હતી. ભારે વરસાદના કારણે રસ્તા ઉપર પાણી દોડવા લાગ્યા હતા અને અનેક સ્થળે નાના તળાવડા રચાયા હતા. વરસાદ આવતાની સાથે જ નાના બાળકો વરસાદમાં ભીંજાવાની મોજ માણવા નીકળી પડ્યા હતા. વરસાદમાં પલળીને બાળકોએ અનેરો આનંદ ઉઠાવ્યો હતો. જ્યારે અનેક મોટેરાઓને પણ વરસાદી વાતાવરણ જાેઇ બચપન યાદ આવી ગયું હોય તેમ તેઓએ પણ નાના બાળકો સાથે વરસાદમાં ન્હાવાની મજા માણી હતી. જાેકે શહેરના મોતીબાગ, સરદાર બાગ, બસ સ્ટેશન, ગાંધીચોક, રેલ્વે સ્ટેશન રોડ, મજેવડી દરવાજા વગેરેમાં તો માત્ર હળવા ઝાપટા જ પડ્યા હતા જેના કારણે રોડ પણ માંડમાંડ ભીના થયા હતા. જ્યારે દોલતપરા, જીઆઇડીસી સહિતના અનેક વિસ્તારોમાં વરસાદી છાંટા પણ પડ્યા ન હતા. ઉલ્ટાનું પવનના કારણે ધૂળની ડમરીઓ ઉડતા ખાસ કરીને ટુવ્હિલર ચાલકોને મુશ્કેલી પડી હતી. આમ, મેઘરાજા ક્યાંક મન મૂકીને વરસ્યા હતા તો ક્યાંક માત્ર ઝાપટા પાડી હાજરી પુરાવી હતી. જ્યારે અનેક વિસ્તારોમાં તો મેઘરાજાની ગેરહાજરી જાેવા મળી હતી.  દરમ્યાન મધુરમ, મંગલધામ, ટીંબાવાડી, દિપાંજલી સહિતતના અનેક વિસ્તારોમાં ૧.૫ ઇંચ વરસાદ પડ્યો હતો જ્યારે સરકારી ચોપડે તો જૂનાગઢ શહેર અને ગ્રામ્યમાં તો માત્ર ૧ એમએમ વરસાદ નોંધાયો હતો!

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!