ધો.૧૦નું પરીણામ જાહેર : સમગ્ર રાજયમાં એ-૧ ગ્રેડમાં જૂનાગઢ પાંચમાં ક્રમે રહયું

0

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અને શિક્ષણ વિભાગ દ્વારા ધો.૧૦નું પરીણામ જાહેર કરી દીધું છે. સમગ્ર રાજયમાં એ-૧ ગ્રેડમાં જૂનાગઢ શહેર પાંચમાં ક્રમે રહયું છે. અત્રે નોંધનીય છે કે છેલ્લા દોઢ વર્ષ થયા કોરોનાની મહામારીને લઈને પરીક્ષાનાં કાર્યક્રમો મોકુફ રહયા હતા તો કયાંક ઓફલાઈન – ઓનલાઈન પરીક્ષાનાં કાર્યક્રમો જાહેર થયા હતા પરંતુ કોરોનાની બીજી લહેરમાં ઘાતક પરીણામો આવતા આખરે સરકારે માસ પ્રમોશન આપવાનો નિર્ણય જાહેર કર્યો હતો અને ઘણી મથામણનાં અંતે આખરે પરીણામ જાહેર કરવામાં આવ્યું છે અને આ પરીણામ બાદ છાત્રો આગળનો અભ્યાસ માટેની પ્રવેશ પરીક્ષા શરૂ કરી દેવામાં આવશે. વર્ષ ર૦ર૧-રરનું શિક્ષણનું કેલેન્ડર હવે શરૂ થઈ રહયું છે. ગઈકાલે જે પરીણામ જાહેર થયું છે તે અંગે વિશેષ વિગતો જાેઈએ તો દક્ષિણ સૌરાષ્ટ્રમાં ધોરણ ૧૦માં કુલ ૬૩,૮૦૧ છાત્રોમાંથી માત્ર ૧,૮૬૦ છાત્રોનો જ એવન ગ્રેડમાં સમાવેશ થયો છે. આમ, કુલ છાત્રોના માત્ર ૨.૯૧ ટકા છાત્રો જ એવન ગ્રેડ મેળવી શક્યા છે. જાેકે, જૂનાગઢ જિલ્લો રાજ્યમાં એવન ગ્રેડ મેળવવામાં પાંચમાં ક્રમે રહ્યો છે. ધોરણ ૧૦ના પરીણામ ઉપર નજર કરતા જૂનાગઢ જિલ્લામાં કુલ ૨૧,૨૮૬ છાત્રોમાંથી ૧૦૧૮ છાત્રોએ એવન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે જે કુલ છાત્રોના ૪.૭૮ ટકા થાય છે. જ્યારે અમરેલી જિલ્લામાં ૧૭,૯૪૬ છાત્રોમાંથી ૪૧૭ છાત્રો એવનમાં આવ્યા છે જે કુલ છાત્રોના ૨.૩૨ ટકા થાય છે. જ્યારે પોરબંદરમાં ૭,૦૭૩ છાત્રો પૈકી ૧૧૮ એવન ગ્રેડમાં છે જે કુલ છાત્રોના ૧.૬૭ ટકા થાય છે. દરમ્યાન ગિર સોમનાથમાં ૧૭,૪૯૬ છાત્રો પૈકી ૩૦૭નો એવન ગ્રેડમાં સમાવેશ થયો હોય જે કુલ છાત્રોના ૧.૭૫ ટકા થાય છે. દરમ્યાન સમગ્ર રાજ્યમાં એવન ગ્રેડ પ્રાપ્ત કરવામાં જૂનાગઢ પાંચમાં ક્રમે રહ્યું છે. પ્રથમ ક્રમે એવનમાં ૨,૯૯૧ છાત્રો સાથે સુરત રહ્યું છે, ૨૦૫૬ છાત્રો સાથે રાજકોટ બીજા ક્રમે, ૧૧૬૬ છાત્રો સાથે ભાવનગર ત્રીજા ક્રમે, ૧૧૫૮ છાત્રો સાથે અમદાવાદ રૂરલ ચોથા ક્રમે અને ૧૦૧૮ છાત્રો સાથે જૂનાગઢ પાંચમાં ક્રમે રહ્યું છે. જૂનાગઢ ઃ કુલ ૨૧૨૮૬ છાત્રો, એ વનમાં ૧૦૧૮, એ ટુમાં ૨૪૩૦, બી વનમાં ૩૬૯૧, બી ટુમાં ૪૫૭૫, સી વનમાં ૪૪૩૬, સી ટુમાં ૩૨૩૫ અને ડીમાં ૧૯૦૧ છાત્રોનો સમાવેશ થાય છે. અમરેલી ઃ કુલ ૧૭૪૯૬ છાત્રો, એ વનમાં ૪૧૭, એ ટુમાં ૧૨૭૭, બી વનમાં ૨૧૯૦, બી ટુમાં ૩૧૬૨, સી વનમાં ૩૯૭૫, સી ટુમાં ૩૫૮૫ અને ડીમાં ૩૩૪૦ છાત્રોનો સમાવેશ થાય છે. પોરબંદર ઃ કુલ ૭૦૭૩ છાત્રો, એ વનમાં ૧૧૮, એ ટુમાં ૫૦૨, બી વનમાં ૯૦૭, બી ટુમાં ૧૨૪૩, સી વનમાં ૧૫૨૫, સી ટુમાં ૧૫૨૪ અને ડીમાં ૧૨૫૪ છાત્રોનો સમાવેશ થાય છે. ગિર સોમનાથઃ કુલ ૧૭૪૯૬, એ વનમાં ૩૦૭, એ ટુમાં ૧૦૪૪, બી વનમાં ૨૨૦૪, બી ટુમાં ૩૬૪૮, સી વનમાં ૪૨૯૬, સી ટુમાં ૩૫૫૧ અને ડીમાં ૨૪૪૬ છાત્રોનો સમાવેશ થાય છે. ઇ-૧ અને ઇ-૨માં એકપણ છાત્રનો સમાવેશ નહીં. ગુજરાત બોર્ડમાં એકપણ છાત્રનો ઇ-૧ કે ઇ-૨ ગ્રેડમાં સમાવેશ કરાયો નથી. અભ્યાસ બરાબર ન થયો હોય એવા છાત્રોને પણ ડી ગ્રેડ આપી જ દેવાયો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!