જૂનાગઢમાં બાફેલા બટેટા સાથેનું ગરમ પાણીનું કૂકર પડતાં દાઝી ગયેલી બે વર્ષની બાળકીનું થયેલ મૃત્યું : અરેરાટી

0

જૂનાગઢમાં દોલતપરા વિસ્તારમાં બાપા સિતારામની મઢુલી પાસે રહેતાં સિપાહી પરિવારની બે વર્ષની માસુમ બાળકી ઉપર બાફેલા બટેટાના ગરમ પાણીનું કૂકર માથે પડતાં દાઝી જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ સારવાર દરમ્યાન દમ તોડી દેતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. માસુમ બાળકીનું પોસ્ટ મોર્ટમ નહિ કરાવવાની પરિવારજનોએ જીદ પકડી તબિબ અને સ્ટાફ સાથે ચડભડ કરતાં પોલીસ બોલાવવી પડી હતી. જાણવા મળ્યા મુજબ દોલતપરામાં રહેતાં આશીકભાઇ દાદાભાઇ સિપાહીની દિકરી આયત(ઉ.વ.૨) ૨૮/૬ના રોજ ઘરમાં રમતી હતી ત્યારે બટેટા બાફયા હોય એ કૂકરમાં ગરમ પાણી ભરેલું હોય જે બાળકી આયત ઉપર અકસ્માતે પડતાં તેણી દાઝી જતાં જૂનાગઢ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. અહિ આજે સવારે તેણીનું મોત નિપજતાં નિયમ મુજબ બર્ન્સ વોર્ડના તબિબે પોલીસ ચોકીમાં જાણ કરી હતી અને એમએલસી કેસ જાહેર થતાં ચોકીના સ્ટાફે જૂનાગઢ પોલીસમાં એન્ટ્રી નોંધાવી હતી. તબિબે બાળકીના મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરવું પડે તેમ કહેતાં તેણીના સ્વજનોએ પોસ્ટ મોર્ટમ કરાવવાનો વિરોધ કરતાં બોલાચાલી થઇ હતી. એ પછી પોલીસ કન્ટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવતાં મોબાઇલ આવી હતી. બાળકીના સ્વજનોને સમજાવવા હોસ્પિટલ ચોકીના રાજુભાઇ ગીડા તેમજ પીસીઆરના સ્ટાફે ખુબ મહેનત કરી હતી. પરંતુ સ્વજનો ન સમજતાં અંતે જૂનાગઢ પોલીસને ઇન્કવેસ્ટ પંચનામુ કરવા રાજકોટ આવવા માટે જાણ કરવામાં આવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!