આવતીકાલથી જૂનાગઢમાં ધો. ૧૦-૧રની રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થશે

0

જૂનાગઢ જીલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે આવતીકાલથી ધો. ૧૦-૧રના રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થનાર છે જે અંગેની તમામ તૈયારીઓ થઈ ચુકી છે. જૂનાગઢ જીલ્લામાં ધો. ૧ર વિજ્ઞાન પ્રવાહમાં ૮૧૬, સામાન્ય પ્રવાહમાં ૭૦૯૮, ધો. ૧૦ કેશોદ ઝોનમાં ૭૯૩ર અને જૂનાગઢ ઝોનમાં ૬૬૭૪ મળી કુલ ધો. ૧૦-૧રનાં રરપર૦ રીપીટર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. કુલ ૧૭ કેન્દ્રો ઉપર પરીક્ષા લેવાશે. દરેક પરીક્ષા કેન્દ્રો ઉપર કોવીડ અંગેની સરકારની ગાઈડલાઈનનું ચુસ્તપણે અમલવારી કરાવવામાં આવશે. દરેક વિદ્યાર્થીઓનું થર્મલગનથી ટેમ્પરેચર માપવામાં આવશે. માસ્ક પહેરેલ વિદ્યાર્થીઓને જ પ્રવેશ આપવામાં આવશે. તેમજ સંવેદનશીલ કેન્દ્રો ઉપર વર્ગ ૧-રનાં અધિકારીઓને કામગીરી સોંપવામાં આવેલ છે. જૂનાગઢ જીલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્યાય, શિક્ષણ નિરીક્ષક રણવીરસિંહ પરમાર અને તેમની ટીમ દ્વારા પરીક્ષાની તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહયો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!