ગેસ્ટ હાઉસમાંથી રૂા.૧ર,૦૦૦ની ચોરી કરનાર શખ્સ ઝડપાયો

0

જૂનાગઢ શહેરનાં ગેસ્ટ હાઉસનાં રૂમમાં પ્રવેશી પ્રવાસીનાં પાકીટમાંથી રૂપિયા ૧ર,૦૦૦ની ચોરી કરનાર શખ્સને એલસીબીએ ઝડપી લીધો છે. એલસીબીએ  આરોપી પટ્ટાવાળા પાસેથી પ,૦૦૦ પણ પરત મેળવ્યા છે. શહેરનાં બસ સ્ટેન્ડ નજીકનાં ન્યુ મુરલીધર ગેસ્ટ હાઉસમાં રોકાયેલા પ્રવાસીનાં પાકીટમાંથી રૂપિયા ૧ર,૦૦૦ની ચોરી થઈ હતી. ચોરી કરનાર શખ્સ બાદમાં નાસી ગયો હતો. દરમ્યાન રેન્જ ડીઆઈજી મનિન્દર પ્રતાપસિંહ પવાર, એસપી રવિતેજા વાસમ શેટ્ટીની સૂચનાનાં પગલે એલસીબી ઈન્ચાર્જ પીઆઈ એચ.આઈ. ભાટી, પીએસઆઈ ડી.જી. બડવા, ડી.એમ. જલુ અને ટીમે તપાસ હાથ ધરી હતી. દરમ્યાન સીસીટીવી ચેક કરતા ચોરી કરનાર શખ્સ ગેસ્ટ હાઉસનો જ પટ્ટાવાળો જયેશ તુલસીભાઈ હેમાણી હોવાનું સામે આવ્યું હતું. બાદમાં આરોપી કાળવા ચોકમાં ઉભો હોવાની બાતમી મળતા તેને ઝડપી લઈ તેની પાસેથી પ,૦૦૦ પરત મેળવ્યા હતા, જયારે બાકીનાં પૈસા તેણે વાપરી નાંખ્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!