જૂનાગઢ જીલ્લામાં ફરજ બજાવતા બિનહથીયારી ૮ પીએસઆઈની બદલી

0

ગુજરાત રાજયનાં પોલીસ મહાનિર્દેશક આશીષ ભાટીયા દ્વારા બિનહથીયારી પોલીસ સબ ઈન્સ્પેકટરોની બદલી કરી છે. ૭૭ પીએસઆઈની થયેલી બદલીમાં જૂનાગઢ ખાતે ફરજ બજાવતા અધિકારીની પણ બદલીઓ થઈ છે. આ અંગેની મળતી વિગતો અનુસાર જૂનાગઢ ખાતે ફરજ બજાવતા બિનહથીયારી પોલીસ સબ ઈન્સ્પેકટર સોલંકી વિરેન્દ્રસિંહ ઉદયસિંહની ગિર સોમનાથ ખાતે બદલી થઈ છે. જયારે અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા ગઢવી કુલદીપ મહેશદાનની જૂનાગઢ ખાતે બદલી કરવામાં આવી છે. જયારે મહેતા રાજેન્દ્રકુમાર ગણપતલાલ કે જેઓ બિન હથીયારી પીએસઆઈ તરીકે જૂનાગઢ ખાતે ફરજ બજાવે છે તેમની વલસાડ ખાતે બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત ગિર સોમનાથમાં ફરજ બજાવતા પરમાર કેતન વિરજીભાઈની જૂનાગઢ ખાતે બદલી કરવામાં આવી છે. જયારે રાજકોટ શહેરમાં ફરજ બજાવતા બરવાડીયા હેતલબેન જમનાદાસની જૂનાગઢ ખાતે બદલી કરવામાં આવી છે અને જૂનાગઢ ખાતે ફરજ બજાવતા ડાકી વિરમભાઈ કેશવભાઈની દેવભૂમિ દ્વારકા ખાતે બદલી કરવામાં આવી છે. અમરેલી ખાતે ફરજ બજાવતા ડોડીયા અલ્પાબેન પ્રતાપભાઈની જૂનાગઢ ખાતે બદલી થઈ છે. જયારે બનાસકાંઠા ખાતે ફરજ બજાવતા વાજા જેસીંગભાઈ રામભાઈને જૂનાગઢ મુકવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!