ગુજરાતની બિનસરકારી અનુદાનિત કોલેજાેમાં નવા પરિપત્રનાં આધારે અધ્યાપક સહાયકની ભરતીમાં ગોઠવણની આશંકા : કોંગ્રેસ

0

ગુજરાત રાજયની યુનિવર્સિટી સંલગ્ન બિનસરકારી અનુદાનિત કોલેજાેમાં વિવિધ વિદ્યાશાખામાં અલગ અલગ વિષયોના અધ્યાપકોની ચાલી રહેલી અધ્યાપક સહાયક ભરતી પ્રક્રિયામાં નવા પરિપત્રના આધારે ભરતી કરવાનું રાજય સરકારે નક્કી કર્યું હોવાથી કોંગ્રેસે વિરોધ ઉઠાવ્યો છે અને પસંદગી પ્રક્રિયામાં વ્હાલા દવલાની, લાગવગની અને નાણાંકીય વ્યવહારની શંકા વ્યકત કરી ભરતી પ્રક્રિયામાં પૂર્ણ પારદર્શીતા રાખવા અને મેરીટને સંપૂર્ણ પ્રાધાન્યતા આપવા માગણી કરી છે. આ અંગે રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર પાઠવી કોંગ્રેસના મુખ્ય પ્રવકતા ડો. મનિષ દોશીએ જણાવ્યું છે કે, રાજયની યુનિવર્સિટી સંલગ્ન બિનસરકારી અનુદાનીત વિનયન, વાણીજય, વિજ્ઞાન, કાયદા અને શિક્ષણ વિદ્યાશાખાની કોલેજાેના લાંબા સમયથી અધ્યાપકોની ખાલી જગાઓ અધ્યાપક સહાયક (પ્રથમ પાંચ વર્ષની મુદ્દત માટે ફિકસ પગાર)ની ભરતી પ્રક્રિયા અંગે તા.ર૩-૧ર-ર૦૧૯ના રોજ રાજય સરકારે શિક્ષણ વિભાગ ઠરાવ કરેલ છે આ ભરતી પ્રક્રિયા અગાઉ અધ્યાપક સહાયકની ભરતી અને હવેની ભરતી પ્રક્રિયામાં વિસંગતતાઓ જણાય છે. રાજય સરકારે અગાઉની ભરતી પ્રક્રિયા માટેના પરિપત્રમાં ફેરફાર કરીને નવા પરિપત્રના આધારે ભરતી પ્રક્રિયા હાથ ધરવાનું નક્કી કર્યું છે તે અને આ ફેરફાર કોના ફાયદા માટે કરવામાં આવ્યો છે તે અને આ ફેરફાર કોના ફાયદા માટે કરવામાં આવ્યો છે તે તપાસનો વિષય છે. અગાઉ અધ્યાપક સહાયક ભરતી પ્રક્રિયા માટે સંપૂર્ણ મેરીટના આધારે ભરતી પ્રક્રિયા હાથ ધરી હતી. તાજેતરમાં અધ્યાપક સહાયક ભરતી થવાની છે તેમાં અધ્યાપક સહાયકની એક જગ્યા માટે છ ઉમેદવારોનું મેરીટ લીસ્ટ બનાવવામાં આવશે અને તેમાંથી સંચાલક કોઈ એકને પસંદ કરશે. અગાઉની ભરતી પ્રક્રિયા મેરીટમાં જે પ્રથમ હોય તેને સંચાલક જાેડે સરકારને નિમણુંક પત્ર આપવાનો હતો જે બદલીને સંચાલક એક જગ્યા માટે છમાંથી એકની પસંદગી કરશે. જે પસંદગી પ્રક્રિયામાં મેરીટમાં બાંધછોડ, વ્હાલા, દવલા, લાગવગવાળા અને નાણાકીય વ્યવહારની પૂરેપૂરી શકયતા રહેલી છે અને આ અંગે ગોઠવણના સમાચાર પણ મળી રહ્યા છે જે ચિંતાનો વિષય છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!