અમદાવાદથી કેવડિયા વચ્ચે એક નવેમ્બર ૨૦૨૦થી સી-પ્લેન સફર શરૂ કરાઈ હતી. પરંત ુઆ સી-પ્લેન પણ ભાજપ સરકારની અન્ય યોજનાઓની જેમ માત્ર એક તાયફો સાબિત થઈ છે. આ અંગે માહિતી આપતા કોંગ્રેસના નેતા અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, અમદાવાદ સાબરમતી રિવરફ્રંટથી કેવડિયા સુધી ચાલુ કરાયેલ સી-પ્લેન ૮ મહિનામાં ૮ દિવસ પણ ચાલ્યુ નથી. દર દશ દિવસે સી-પ્લેનને મેન્ટેનન્સ માટે મોકલી દેવાય છે. છેલ્લા મેન્ટેનન્સ માટે ૯ એપ્રિલે માલદીવ ગયેલ સી-પ્લેન ૩ મહિનાથી ડોકાણું પણ નથી. એટલે ભાજપ સરકારની બીજી યોજાનાઓની જેમ મોટા ઉપાડે શરૂ કરાયેલ સી-પ્લેનનું પણ સુરસુરીયુ થયું. ૫૦ વર્ષ જૂનું રજિસ્ટ્રેશન નંબર ૮ઊ-ૈંજીઝ્ર ધરાવતું સી- પ્લેનની ખરીદી કરીને પ્રથમથી જ ભાજપ સરકારે પ્રોજેક્ટને નિષ્ફળ બનાવવાની તૈયારી કરી લીધી હતી. અર્જુનભાઈ મોઢવાડિયાએ ઉમેર્યુ હતુ કે, કોરોના મહામારીની પ્રથમ લહેરના મુશ્કેલ સમયમાં આયોજન વગર લોકડાઉન લાદીને લોકોના ધંધા-રોજગાર છીનવી લીધા હતા. આવા મુશ્કેલ સમયમાં જનતાને રાહત આપવાની જગ્યાએ ભાજપ સરકારે ઉલ્ટાના માસ્કના દંડના નામે લોકો પાસેથી લૂંટેલા કરોડો રૂપિયાનો સી-પ્લેનના તાયફા અને જાહેરાતો પાછળ ધુમાડો કરી દીધો. પાણીની જેમ વપરાયેલ જનતાની પરસેવાની કમાણીના પૈસા પણ પાણીમાં ગયા. તેના માટે ભાજપ સરકાર રાજ્યની જનતાની માફી માંગે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews