પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૧૫ જુલાઈએ પોતાના સંસદીય વિસ્તારમાં વારાણસીનો પ્રવાસ કરશે. યુપીના પ્રવાસ દરમ્યાન તે અલગ-અલગ ૪૦૦ કરોડના પ્રોજેક્ટની શરૂઆત કરવાના છે. આ વર્ષે વારાણસીમાં થનારાનો પીએમનો આ પહેલો પ્રવાસ હશે. ૨૦૨૨માં થનારી ચૂંટણી માટે પીએમ મોદીએ ગુરૂવારે જ બ્યુગલ ફૂંકવાના છે. યુપી સરકારની અંદરના સૂત્રોના જણાવ્યાનુસાર આવનારા વર્ષની શરૂઆતમાં થનારી રાજ્ય વિધાનસભા ચૂંટણી માટે મોદી આવનારા ૧૦૦ દિવસમાં અલગ-અલગ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરવા માટે ભૌગોલિક રૂપથી યુપીના અનેક વિસ્તારોનો પ્રવાસ કરી શકે છે. ગુરૂવારે પીએમ મોદી વારાણસીમાં અક જનસભાને સંબોધિત કરી શકે છે. જ્યાં તે રાજ્ય સરકારના વિકાસના એજન્ડા ઉપર વાતચીત કરશે. પીએમ મોદી વારાણસીમાં જાપાની સરકારની મદદથી બનાવેલા રૂદ્રાક્ષ કન્વેન્શન સેન્ટરનું પણ ઉદ્ઘાટન કરશે. આ ઉપરાંત આ ૯ જિલ્લાના ૯ મેડિકલ કોલેજાેનું ઉદ્ઘાટન કરવાના છે. ભાજપા અધ્યક્ષ જે.પી. નડ્ડાએ પાછલા મહિનામાં કેન્દ્રીય મંત્રી સાથે મુલાકાત કરી હતી અને યુપીમાં થનારી ૨૦૨૨ના વિધાનસભા ચૂંટણી માટે આચારસંહિતા લાગું થવા ઉપર તેમના ઉદ્ઘાટનની વ્યવસ્થા કરવા માટે પરિયોજનાઓ અને તેમના ઉદ્ઘાટનની વ્યવસ્થા કરી પોતાનો મંચ તૈયાર કરશે. લખનૌ અને ગાજીપુરને જાેડનારા સીએમના પૂર્વાંચલ એક્સપ્રેસ-વે લગભગ પૂરો થવાનો છે અને મોદી ૧૫ ઓગસ્ટ બાદ આનું ઉદ્ઘાટન કરી શકે છે. પીએમ મોદી ઓક્ટોબરમાં એમ્સ અને ફર્ટેલાઈઝર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવા ગોરખપુર જશે. ૨૦૧૬માં પીએમ મોદીએ ગોરખપુરમાં પરિયોજનાઓની આધારશિલા રાખવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ફર્ટેલાઈઝર પ્લાન્ટની શરૂઆત થવાથી ૪૦૦૦ લોકોને રોજગાર મળવાની આશા છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews