ચિત્રકૂટમાં ચાલી રહેલી આરએસએસની ચિંતન શિબિરની પાંચ દિવસ બાદ સમાપ્તિ થઈ છે. આ દરમ્યાન સંગઠનને મજબૂત કરવા માટે મહત્ત્વના ર્નિણયો લેવાની સાથે સાથે રાજનીતિ ઉપર પણ ચર્ચા થઈ હતી. આ દરમ્યાન આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે પશ્ચિમ બંગાળને લઈને મહત્ત્વનો ર્નિણય કર્યો છે. જે પ્રમાણે બંગાળને કોલકાતા, મધ્ય બંગાળ અને ઉત્તર બંગાળમાં વહેંચવામાં આવ્યું છે. પ્રાંત પ્રચારકોને તેમની જવાબદારી સમજાવવામાં આવી છે અને અલગ-અલગ રાજ્યોના પ્રાંત પ્રચારકોમાં પણ ફેરબદલ કરવામાં આવી છે. ઉપરાંત ક્ષેત્ર પ્રચારક પ્રદીપ જાેષીને અખિલ ભારતીય સહ સંપર્ક પ્રમુખની જવાબદારી અપાઈ છે. ભૈયાજી જાેષી હવે સંઘ તરફથી વિશ્વ હિન્દુ પરિષદ સાથેના સંપર્ક અધિકારી હશે. જ્યારે ડો.કૃષ્ણ ગોપાલને વિદ્યા ભારતીના સંપર્ક અધિકારી બનાવાયા છે. સર કાર્યવાહી અરૂણકુમાર સંઘ અને ભાજપ વચ્ચે કો-ઓર્ડિનેટરનું કામ કરશે. સાથે-સાથે આ શિબિરમાં આરએસએસના બંધ પડેલા કાર્યક્રમો તેમજ સંઘની શાખાઓને ફરી શરૂ કરવાનું એલાન કરાયું છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews