રાજ્યમાં ઇલેકટ્રીકને પ્રોત્સાહન આપવા માટે આંધ્રપ્રદેશ સરકારે રાજ્યમાં ૨૫,૦૦૦ ટુ-ઇલેકટ્રીક ટુ-વ્હીલર પૂરા પાડવા માટે કેન્દ્ર સરકાર સાથે એક કરાર કર્યો છે.આ ઇલેકટ્રીક વાહનો આંધ્રપ્રદેશના સરકારી કર્મચારીઓને આપવામાં આવશે અને જરૂર પ્રમાણે વાહનોની સંખ્યા વધી શકે છે. આ કરાર ઉર્જા મંત્રાલય હેઠળ આવેલી ભારત સરકારની કંપની કન્વર્ઝન્સ એનર્જી સર્વિસ લિમિટેડ(સીઇએસએલ) તથા ન્યૂ અને રિન્યૂએબલ એનર્જી ડેવલપમેન્ટ કોર્પોરેશન ઓફ આંધ્રપ્રદેશ વચ્ચે થયો છે. રાજ્ય અને કેન્દ્રની કંપનીને અભિનંદન આપતાં આંધ્રપ્રદેશના ઉર્જા મંત્રી શ્રીબાલિનેની શ્રીનિવાસ રેડ્ડીએ કહ્યું કે, અમે સ્વચ્છ ઉર્જા અપનાવવાને પ્રોત્સાહન આપવા માટે અમે પરવડે તેવા અને સ્વચ્છ ઉર્જાવાળા વાહનો પ્રત્યે અસરકારક રીતે કામ કરી રહ્યા છીએ. સરકારી કર્મચારીઓ માટે ઇલેકટ્રીક ટુ- વ્હીલરથી ઉર્જા વધશે, નાણાંની બચત થશે અને આશા છે કે, વધુમાં વધુ લોકો ઇલેકટ્રીક વાહનો અપનાવશે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews