કેરળ-મહારાષ્ટ્ર સહિત ૧૧ રાજયોમાં કોરોનાનાં નવા કેસો નોંધાયા એ ચિંતાનો વિષય : સ્વાસ્થ્ય મંત્રાલય

0

દેશમાં કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો જાેવા મળી રહ્યો છે, પરંતુ કેટલાક રાજ્યોમાં ચેપ હજી ઝડપથી વધી રહ્યો છે. મંગળવારે આરોગ્ય મંત્રાલયે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે દેશમાં ચેપના કેસમાં સતત ઘટાડો જાેવા મળી રહ્યો છે, પરંતુ કેરળ અને મહારાષ્ટ્રમાં નવા ૫૦%થી વધુ કેસ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલયે આપેલી માહિતીમાં જણાવવામાં આવ્યું છે કે હાલમાં દેશમાં ૪.૩૧ લાખ એક્ટિવ કેસ છે અને રિકવરી રેટ ૯૭.૩ % છે. પત્રકાર પરિષદમાં કહેવામાં આવ્યું છે કે હાલમાં દેશના ૭૩ જિલ્લાઓ એવા છે કે જ્યાં દરરોજ ૧૦૦થી વધુ નવા કેસ મળી રહ્યા છે. જ્યારે, ૨ જૂનના રોજ, આવા જિલ્લાઓની સંખ્યા ૨૬૨ હતી અને તે પહેલાં ૪ મેના રોજ, ૫૩૧ આવા જિલ્લાઓ હતા. આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે દેશમાં કોરોનાના નવા કેસોમાં ઘટાડો જાેવા મળી રહ્યો છે, પરંતુ કેરળ-મહારાષ્ટ્ર સહિત ૫ રાજ્યો હજી એવા છે જ્યાં મહત્તમ સંખ્યામાં નવા કેસ સામે આવી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે હાલમાં નવા કેસોમાં ૫૦%થી વધુ કેસ ફક્ત કેરળ અને મહારાષ્ટ્રમાં જાેવા મળી રહ્યા છે. આ બે સિવાય તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને ઓડિશામાં પણ મહત્તમ કેસ નોંધાયા છે. આ સાથે મણિપુર, મિઝોરમ, ત્રિપુરા અને અરૂણાચલમાં પણ નવા કેસો વધી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર દ્વારા રાજ્યોની મદદ માટે ૧૧ રાજ્યોમાં ટીમો મોકલવામાં આવી છે. તેમાં મહારાષ્ટ્ર, છત્તીસગઢ, કેરળ અને ઓડિશા ઉપરાંત ઉત્તર-પૂર્વ રાજ્યોનો સમાવેશ થાય છે. નીતિ આયોગના સભ્ય ડો.વી.કે. પોલે જણાવ્યું હતું કે, વિશ્વના ઘણા દેશોમાં ત્રીજી લહેર આવી ગઈ છે, કારણ કે આ સમયે વિશ્વભરમાં દરરોજ ૩.૯૦ લાખ નવા કેસ નોંધાય છે. જ્યારે, બીજી લહેર દરમ્યાન ૯ લાખ કેસ નોંધાતા હતા. તેથી આપણે સાવધાની રાખવાની જરૂર છે જેથી આપણે ત્રીજી લહેરથી બચી શકીએ.

error: Content is protected !!