આ વર્ષે શ્રાવણ મહિનો સોમવારથી શરૂ થશે અને સોમવારે પૂર્ણ થશે

0

આ વર્ષે શ્રાવણ મહિનાની શરૂઆત તા.૯-૮-ર૦ર૧ને સોમવારથી થશે અને પૂર્ણ તા.૬-૯-ર૦ર૧ને સોમવારે થશે. આમ શ્રાવણ મહિનાની શરૂઆત પણ સોમવારથી અને પૂર્ણાહુતી પણ સોમવારથી થશે. આમ આ વર્ષે શ્રાવણ મહિનાનું મહત્વ વિશેષ રહેશે. આ વર્ષે શ્રાવણ મહિનામાં ચારની જગ્યાએ પાંચ સોમવાર છે. જે પણ પૂજા, પાઠ, ભકિત માટે ઉત્તમ ગણવામાં આવે છે. આમ શિવ ભકતોને મહાદેવની ભકિત કરવા માટે એક સોમવાર વધારે મળશે.

પાંચ સોમવાર તથા તહેવારોની યાદી

પહેલા સોમવાર તા.૯-૮-ર૦ર૧, બીજાે સોમવાર તા.૧૬-૮-ર૦ર૧, ત્રીજાે સોમવાર તા.ર૩-૮-ર૦ર૧, ચોથો સોમવાર તા.૩૦-૮-ર૦ર૧, પાંચમો સોમવાર તા.૬-૯-ર૦ર૧, રક્ષા બંધન તા.રર-૮-ર૦ર૧ રવિવારે, નાગપાંચમ તા.ર૭-૮-ર૦ર૧ શુક્રવારે, રાંધણ છઠ્ઠ તા.ર૮-૮-ર૦ર૧ શનિવારે, શીતળા સાતમ તા.ર૯-૮-ર૦ર૧ રવિવારે, જન્માષ્ટમી તા.૩૦-૮-ર૦ર૧ સોમવારે, આરાવારા તા.૪,પ,૬ સપ્ટેમ્બર.

શ્રાવણ માસનાં શુભ યોગની યાદી

તા.૧૦-૮-ર૦ર૧ મંગળવારે રાજયોગ સવારે ૯ઃપ૩થી આખો દિવસ, તા.૧૩-૮-ર૦ર૧ શુક્રવાર મહાલક્ષ્મી પૂજા સ્થાપના માટે શ્રેષ્ઠ દિવસ, તા.ર૪-૮-ર૦ર૧ મંગળવારે સિધ્ધીયોગ રાત્રે ૭ઃ૪૭થી, તા.૩૦-૮-ર૦ર૧ સોમવારે જન્માષ્ટમીનાં દિવસે રોહિણી નશ્રત્ર સવારે ૬ઃ૩૯ થી આખો દિવસ તથા રાત્રી શુભ અને ઉત્તમ દિવસ, તા.૬-૯-ર૧ સોમવારે સોમવતી અમાસ પિતૃતર્પણ તથા પિતૃકાર્ય માટે શ્રેષ્ઠ દિવસ, ૧પમી ઓગષ્ટ સ્વાતંત્ર્ય દિવસ રવિવારે. શ્રાવણ મહિનાનાં સોમવારે શિવ મૃષ્ટિ પૂજા એટલે કે એક મુઠી ધાન્ય શિવલિંગ ઉપર ચડાવાનું મહત્વ વધારે છે અને ફળદાયી છે. શ્રાવણ મહિનાનાં દરેક સોમવારે જમણા હાથની મુઠ્ઠીમાં ધાન્ય લેવું અને તે મુઠ્ઠી વડે ચડાવું સાથે ૐ નમઃ શિવાયનાં જપ કરવા. પહેલા સોમવારે તા.૯-૮-ર૦ર૧નાં દિવસે એક મુઠ્ઠી ચોખા ચડાવા, બીજા સોમવારે તા.૧૬-૮-ર૦ર૧નાં દિવસે એક મુઠ્ઠી તલ ચડાવા, ત્રીજાે સોમવારે તા.ર૩-૮-ર૦ર૧નાં દિવસે એક મુઠ્ઠી મગ ચડાવા, ચોથા સોમવારે તા.૩૦-૮-ર૦ર૧નાં દિવસે એક મુઠ્ઠી જવ ચડાવા, પાંચમાં સોમવારે તા.૬-૯-ર૦ર૧ એક મુઠ્ઠી સતુ ચડાવી. આમ પાંચ સોમવાર શિવજીની એક મુઠ્ઠી ધાન્ય ચડાવી પૂજા કરવાથી જીવનમાં શાંતી મળે છે અને આધી વ્યાધી ઉપાધી મટે છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!