માંગરોળ તાલુકાના લોએજ ગામના ચાંડેરા પરિવાર દ્વારા થયેલ ચક્ષુદાન

0

જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના લોએજ ગામના વિરાભાઈ ભીમસીભાઈ ચાંડેરા કે જેઓ ગોવિંદભાઈ ચાંડેરાના પિતા થાય છે. તેમજ લોએજ ગામના નેત્રદાન વખતે કલેક્શન ટીમ સાથે રહીને સતત સહયોગી એવા રાણાભાઈ ચાંડેરાના દાદા થાય છે. જેમનું તા.૧૦-૯-૨૦૨૧ ભાદરવા સુદ ચોથ(ગણેશ ચતુર્થી) શુક્રવારના રોજ  દુઃખદ અવસાન થયેલ હતું. આ દુઃખદ સમયે આ પરિવારે અંધ વ્યક્તિના જીવનમાં અજવાળાં પથરાય તેવા હેતુથી તેઓએ  તેમના ચક્ષુનું દાન કરવાનો ર્નિણય કર્યો હતો. આથી લોએજ ગામના સામાજીક અગ્રણી મસરીભાઈ બામરોટીયાએ આરેણા સ્થિત શિવમ્‌ ચક્ષુદાન સલાહ્‌ કેન્દ્રના સંચાલકને જાણ કરતા લોએજ ગામના રાજેશભાઈ સોલંકી અને મજબુતસિંહ પરમાર દ્વારા મૃતકના બંન્ને ચક્ષુ લેવામાં આવ્યા હતા. આ ચક્ષુદાન વખતે નેત્રદાનને સતત પ્રોત્સાહન આપતા માંગરોળ તાલુકાના પંચાયત કારોબારી સમિતિના ચેરમેન ગોવાભાઈ ચાંડેરા પ્રેરક ઉપસ્થિત રહ્યા હતા. તેમજ આ ચક્ષુનો સ્વિકાર મોહિતભાઈ સોલંકી દ્વારા કરવામાં આવ્યો હતો અને કરશનભાઈ વાજા દ્વારા મુનિ સંત બાલાજી આઈ બેંક-વેરાવળને આ બંન્ને ચક્ષુ પહોંચાડવામાં આવ્યા હતા. ચાંડેરા પરિવારના ચક્ષુદાનના આ વિચારને શિવમ્‌ ચક્ષુદાન દ્વારા બિરદાવવામાં આવ્યું હતું અને વિરાભાઈને શ્રધ્ધાંજલી અર્પી હતી. ચાંડેરા પરિવાર દ્વારા થયેલ આ ચક્ષુદાને આપણા પૂરાણોમાં થયેલા દાન ધર્મના મહિમાને ખરા અર્થમાં સાર્થક કર્યો છે. ચાંડેરા પરિવાર દ્વારા થયેલ આ મહાદાનને  શિવમ્‌ ચક્ષુદાન ગૃપ-આરેણા, માંગરોળ જાયન્ટ્‌સ ગૃપ, વંદેમાતરમ્‌ ગૃપ-માંગરોળ, સરકારી હોસ્પિટલના આંખના સર્જન શ્રી ધડુક, સ્વ. લક્ષમણભાઈ એ.નંદાણિયા વિવિધલક્ષી સેવાકીય ટ્રસ્ટ-માંગરોળ, સંજીવની નેચર ફાઉન્ડેશન-માંગરોળ, શ્રી ડુગરગુરૂ સ્થાનક વાસી જૈન યુવક મંડળ જૂનાગઢ, માંગરોળ તાલુકાના પત્રકારમિત્રો દ્વારા બિરદાવવામાં આવ્યું હતું અને આપના પરિવાર ઉપર આવી પડેલ મુશ્કેલીને સહન કરવાની શક્તી આપને પ્રભુ આપે તેવી પ્રાર્થના કરી હતી. તેમજ સ્વર્ગસ્થ વિરાભાઈના આત્માને ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં સ્થાન મળે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!