દેવભૂમિ દ્વારકા જિલ્લાના બ્રહ્મ સમાજના નવા હોદ્દેદારોની ચૂંટણી તાજેતરમાં જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે યોજવામાં આવી હતી. સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજના વડપણ હેઠળ ખંભાળિયા સ્થિત ઔદિચ્ય જ્ઞાતિની બ્રહ્મપુરી ખાતે યોજવામાં આવેલી આ ચૂંટણીમાં જિલ્લાના બ્રહ્મ સમાજના આગેવાનો તથા હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લાના હોદ્દેદારો માટેની ચર્ચા વિચારણા અંતે ખંભાળિયાના બ્રહ્મ અગ્રણી વિપુલભાઈ જાેષીના નામની દરખાસ્ત પૂર્વ પ્રમુખ વિજયભાઇ રાજ્યગુરૂએ મૂકી હતી. જેને અગ્રણી બ્રહ્મ સમાજના અગ્રણી અજીતભાઈ કિરતસાતા તથા એડવોકેટ કમલેશભાઈ દવેએ ટેકો આપ્યો હતો. અંતે વિપુલભાઈ જાેશીની બિનહરીફ વરણી જાહેર કરવામાં આવી હતી. આ મિટિંગના આયોજનમાં સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજના ટ્રસ્ટી ભુપેન્દ્રભાઈ પંડ્યા, ટ્રસ્ટી મોહનભાઈ મોકરીયા, જામનગર જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ પ્રફુલભાઇ વાસુ તથા મોરબી જિલ્લાના મહામંત્રી ચિંતનભાઈ ભટ્ટ સાથે દિનેશભાઈ જાેશી વિગેરે ખાસ જાેડાયા હતા. તેમની ઉપસ્થિતિમાં કરવામાં આવેલી આ વરણીને આગેવાનોએ આવકારી અને શુભેચ્છાઓ પાઠવી હતી. નવનિયુક્ત પ્રમુખ વિપુલભાઈ જાેશી દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના મંત્રી જીગ્નેશભાઈ ઠાકર તથા કારોબારી સભ્ય વિજયભાઈ રાજ્યગુરૂ અને દિલીપભાઈ અમૃતલાલ વ્યાસની નિમણુંક કરવામાં આવી હતી. આ વરણીને દેવભૂમિ દ્વારકા જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજના આગેવાનો અજીતભાઈ કીરતસાતા, મહેન્દ્રભાઈ જાેષી, મોહનભાઈ મોકરીયા, કમલેશભાઈ દવે, ભરતભાઈ દવે, સંજયભાઈ થાનકી, વિજયભાઈ રાજ્યગુરૂ, ધર્મેન્દ્રભાઈ ભૂરા, રશ્મિનભાઈ કુવા, હિતેશભાઈ બોડા, જીતુભાઈ મોતા, સુધીરભાઈ પંડ્યા, જયેન્દ્રભાઈ કીરતસાતા, વિશાલભાઈ કીરતસાતા, પપ્પુભાઇ જાેશી, નિકુંજભાઈ વ્યાસ, ચેતનભાઇ જાેશી, પંકજભાઈ જાેશી, શંકરભાઈ ઠાકર, મનસુખભાઈ ભટ્ટ, હરેશભાઈ ભટ્ટ, કિર્તીભાઈ ભટ્ટ, વિમલભાઈ બલભદ્ર સંદીપભાઈ ખેતીયા, શશીભાઈ દવે, વૈભવ દવે, ફાલ્ગુનીબેન વ્યાસ, મનિષાબેન ત્રિવેદી, પ્રતાપભાઈ થાનકી, શક્તિભાઈ ભટ્ટ નિખિલભાઇ ખેતીયા, પ્રવીણભાઈ કલ્યાણી વિગેરેની ઉપસ્થિતીમાં સમગ્ર કાર્યક્રમ એકંદરે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો હતો. આ કાર્યક્રમનું સુંદર સંચાલન જ્ઞાતિના પીઢ આગેવાન મહેન્દ્રભાઈ જાેશીએ કર્યું હતું.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews