વરસાદના ભરાયેલ પાણીથી વેરાવળમાં ૧૦૮ એમ્બ્યુલન્સ  ન પહોંચી શકતા સ્થળ ઉપર સગર્ભાની ડીલેવરી કરાવવી પડી

0

વેરાવળમાં વરસતા વરસાદના માહોલમાં સગર્ભા માતાનાં ઘર સુધી ૧૦૮ એમ્બ્યુલન્સ ન પહોંચતા ઇમરજન્સી સેવાના સ્ટાફ દ્વારા સગર્ભાની સ્થળ ઉપર જ પ્રસુતિ કરાવતા માતા-બાળક બંનેનાં જીવ બચાવવાની ફરજ બજાવી હતી. બાદમાં સ્ટ્રેચર મારફત બંનેને એમ્બ્યુલન્સ સુધી લઇ જઇ હોસ્પીટલે લઇ જવામાં આવેલ હતા. ગીર સોમનાથ જીલ્લા મથક વેરાવળના સોસાયટી વિસ્તારોમાં વરસાદી માહોલમાં પાણી ભરાયેલા હોવાથી લોકોને હાડમારીનો સામનો કરવો પડતી હોવાની વ્યાપક ફરીયાદો થઇ રહી છે. એવા સમયે જ શહેરના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં મદીના પાર્ક સોસાયટીમાં રહેતી એક સગર્ભા મહિલા અમરીનબેન સરફરાઝનને વરસાદ વરસી રહેલ ત્યારે પ્રસુતિનો દુઃખાવો ઉપડેલ હતો. જેથી સગર્ભાના પરીવારજનોએ ઇમરજન્સી ૧૦૮ સેવા પાસે મદદ માંગી હતી. જેના પગલે ૧૦૮ નો સ્ટાફ એમ્બ્યુલન્સ સાથે મદીના પાર્ક સોસાયટી ખાતે પહોચેલ પરંતુ ત્યાં વરસાદી પાણી ભરાયેલા હોવાથી એમ્બ્યુલન્સ સગર્ભાનાં ઘર સુધી પહોંચી શકે તેમ ન હતી. જેથી ૧૦૮ સેવાનો સ્ટાફ ઇએમટી ઉર્મીલા બારડ, રાજા ગળચર સારવાર માટે જરૂરી સાધનો અને દવા લઈ પગપાળા સગર્ભાનાં ઘરે પહોંચી ચેક-અપ કરી રહેલ હતા. એ સમયે જ સગર્ભા અમરીનબેનને અચાનક દુઃખાવો વધી જતા સ્થળ ઉપર જ ડિલેવરી કરાવવાની પરિસ્થિતિ સર્જાય હતી. જેથી ઈએમટી ઉર્મીલાબેને સેવાના કચેરી ખાતે ફરજ ઉપર રહેલા તબીબ સાથે વાતચીત કરી તેમની સલાહ મુજબ ડીલેવરી કરાવી માતા અને બાળક બંનેનો જીવ બચાવ્યો હતો. બાદમાં સ્ટ્રેચરમાં બંનેને એમ્બ્યુલન્સ સુધી લઇ જઇ સરકારી હોસ્પીટલે ખસેડયા હતા. આમ, ૧૦૮ સેવાના સ્ટાફની સત્વરે કામગીરીના લીધે સમયસર સારવાર મળતા બંનેનો બચાવ થયો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!