Friday, August 19

મંત્રી આર.સી. મકવાણા જૂનાગઢની મુલાકાતે : ભરતભાઈ બાલસનાં નિવાસ સ્થાને કાર્યકર્તાઓને મળી ઉત્સાહ વધાર્યો

0

ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરનાં મિડીયા વિભાગનાં સંજય પંડ્યાની યાદી જણાવે છે કે, ગુજરાત સરકારનાં નવનિયુક્ત મંત્રીઓ દ્વારા હાલ જન આશિર્વાદ યાત્રા ચાલુ છે જેના ભાગરૂપે ગુજરાત સરકારના મંત્રી આર.સી. મકવાણા જૂનાગઢ મહાનગર ખાતે આવતા તેઓનું જૂનાગઢ મહાનગરનાં પ્રમુખ પુનિતભાઈ શર્માનાં નેતૃત્વમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ યાત્રા દરમ્યાન જૂનાગઢનાં સાંસદ રાજેશભાઈ ચુડાસમા, યુવા મોરચાના પ્રમુખ મનન અભાણી, વનરાજભાઇ સુત્રેજા તથા પદાધિકારીઓ, આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. યાત્રા દરમ્યાન જૂનાગઢ મહાનગર સંગઠનના ઉપપ્રમુખ ભરતભાઈ બાલસ અને કોર્પોરેટર ઇલાબેન બાલસનાં નિવાસ સ્થાને મંત્રી આર.સી. મકવાણાએ થોડીવાર રોકાણ કરી કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!