જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા વિવિધ કાર્યક્રમો સાથે ગાંધી જયંતિની ઉજવણી કરાઈ

0

જૂનાગઢ મહાનગરપાલીકા દ્વારા ર ઓકટોબર મહાત્માગાંધીની જન્મજયંતિ નિમિતે ગાંધી ચોક ખાતે આવેલ પ્રતિમાને મેયર ધીરૂભાઈ ગોહેલ, ડે. મેયર હિમાંશુભાઈ પંડયા, સ્ટેન્ડિંગ ચેરમેન રાકેશભાઈ ધુલેશિયા, શાસક પક્ષ નેતા નટુભાઈ પટોળીયા, શહેર પ્રમુખ પુનિતભાઈ શર્મા, નાયબ કમીશ્નર જે.એન. લીખીયા, કોર્પોરેટર મહેન્દ્રભાઈ મશરૂ, સંજયભાઈ કોરડીયા, શશીકાંતભાઈ ભીમાણી, ધર્મેશભાઈ પોસીયા, જીવાભાઈ સોલંકી, હરેશભાઈ પરસાણા, પ્રવીણભાઈ અકબરી, જયેશભાઈ ધોરાજીયા, આદ્યાશકિતબેન મજમુદાર, ભાવનાબેન હીરપરા, ભાનુમતીબેન ટાંક, ગીતાબેન પરમાર, મહામંત્રી શૈલેશભાઈ દવે, સંજયભાઈ મણવર, ભરતભાઈ શિંગાળા તેમજ સેનીટર સુપ્રી. કલ્પેશભાઈ ટોલીયા તથા અધિકારી તેમજ કર્મચારીઓ તથા એન.સી.સી.કેડેટ અને પી.કે.એમ. કોલેજનાં વિદ્યાર્થીઓ દ્વારા પ્રતિમાને સુતરની આટી પહેરાવી પુષ્પાંજલી અર્પણ કરવામાં આવેલ હતી. ત્યારબાદ સાંસદ રાજેશભાઈ ચુડાસમા તથા મેયર ધીરૂભાઈ ગોહેલની ઉપસ્થિતિમાં સફાઈ કામદાર તેમજ સ્વસહાય જૂથની બહેનોને સફાઈની સારી કામગીરી સબબ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવેલ તથા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ગાંધીચોકથી મોતીબાગ સુધી સફાઈ અભિયાન તેમજ પ્લોગીંગ ડ્રાઈવ કરવામાં આવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!