જૂનાગઢ મહાનગરપાલિકાની વોર્ડ નં.૮ની પેટાચૂંટણીનાં મહાજંગમાં જીત તરફ જઈ રહેલા રઝાક હુસેનભાઈ હાલા

0

જૂનાગઢ વોર્ડ નં.૮નાં આ વિસ્તારમાં છેલ્લા ૩૦-૩૦ વર્ષથી ચુંટાતા આવતા હુસેનભાઈ(ચાચુ) ખરેખર આ વિસ્તારનાં ‘ચાચુ’ હતા. કોમી એકતાનાં હિમાયતી નાના-મોટા અબાલ, વૃધ્ધ, ગરીબો, પીડીતો, વંચીતો માટે સતત કાર્ય કરતા આ વિસ્તારનાં ‘દયાવાન’ નેતા હુસેનભાઈ હિન્દુ-મુસ્લીમ એકતાનો દિવડો હતા. હુસેનભાઈએ હંમેશા સોૈની સાથે સમાન સંબધો બાંધીને તમામ આગેવાનો, જ્ઞાતિ, જાતી, ધર્મ એમ બધે જ ‘સોૈનાં ચાચુ’ બન્યા હતા. એટલું જ નહી તમામ પક્ષનાં લોકો પણ સ્વ. હુસેન ચાચુ માટે ખૂબ જ આદર ધરાવતા હતા. જૂનાગઢમાં જાહેર જીવનનાં આગેવાનોમાં સ્વ. હુસેનભાઈ હાલાની અંતિમયાત્રા કદાચ આજદિન સુધીનાં ઈતિહાસમાં સોૈથી મોટી અંતિમયાત્રા હતી. જે તેમનાં સદભાવના અને જીંદાદીલીની નિશાની હતી. સ્વ. હુસેનભાઈ હાલાએ તેમનાં ચૂંટાયેલા સમયગાળામાં અનેક વિકાસનાં કાર્યો કરેલ હતા. તેમનું સોૈથી મોટું કાર્ય હાલ ડો. દોલકીયાનાં દવાખાના પાસે સોૈથી મોટો ડમ્પીંગ સ્ટેશન હતું તે ડમ્પીંગ સ્ટેશન કચરાનાં ઢગલાઓ અને ગંદકી અને સોૈથી મોટો ઉકરડો દુર કરાવીને તે જ જગ્યાએ કોમ્યુનીટી હોલ બનાવીને વિસ્તારને ગંદકી મુકત કર્યું હતું. સ્વ. હુસેનભાઈ હાલા આજીવન ગરીબોને સહાય કરતા રહ્યા હતા. કોઈ વૃધ્ધને બીપીએલ કુપન કઢાવવાનું હોય કે કોઈ બેસહારાને કોઈપણ સહાય જાેઈતી હોય સ્વ. હુસેનભાઈ ખડેપગે ઉભા રહેતા હતા. ચિતાખાના પાસે આવેલ ઓફીસમાં બહાર બેસીને ખુદાની બંદગી  કરતા તમામ વિસ્તારનાં લોકોનાં દુઃખ દર્દ સાંભળતા જાય અને શકય મદદ કરતા જાય. ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં દિગ્ગજ નેતાઓ પણ હુસેન ચાચુને ખૂબજ માન આપતા હતા અને ગુજરાત પ્રદેશનાં માઈનોરીટી સેલનાં પ્રદેશ ઉપપ્રમુખનો ઉચ્ચ હોદો હુસેનભાઈ હાલાને આપેલ હતો. કોંગ્રેસના કદાવર નેતા સ્વ. એહમદભાઈ પટેલ હુસેનભાઈ હાલાને પરિવારની જેમ માન આપતા હતા. જૂનાગઢ જીલ્લાનાં સંધી મુસ્લીમ સમાજે સર્વસંમતિથી સ્વ. હુસેનભાઈ હાલાને સંધી મુસ્લીમ સમાજનાં જૂનાગઢ જીલ્લાનાં પ્રમુખ બનાવ્યા હતા. આવા હુસેનભાઈ હાલાનાં પુત્ર રઝાકભાઈ હાલા વોર્ડ નં.૮ની પેટાચૂંટણી કોંગ્રેસપક્ષ તરફથી લડી રહયા છે. પિતા કરતા પુત્ર સવાયોની જેમ રઝાકભાઈ હાલા એક સેવાભાવી નવયુવાન છે. કોરોના કાળમાં તેમણે કરેલ અપ્રિતમ સેવા કાર્ય અને જાનનાં જાેખમે કોરોનાનાં દર્દીની કરેલ સેવાને જૂનાગઢ શહેરનું સરકારી અને સહકારી તંત્રએ બિરદાવ્યું હતું. સતત સક્રિય રહીને લોકોની વચ્ચે સતત રહેતા રઝાકભાઈ હાલા આ વિસ્તારનો ‘‘અડધી રાતનો હોંકારો’’ ગણાય છે. કોઈ દંભ, અભિમાન વગર સરળતાથી સૌની સાથે હળી મળીને જતા રઝાકભાઈ હાલા સમગ્ર વિસ્તારનું પ્રતિનિધિત્વ કરવા પુરતા સક્ષમ છે. કોરોના કાળમાં અવારનવાર  વેપારી કોઈ શરતચુકથી દંડાઈ તો પણ દોડી જતા, રઝાકભાઈ હાલા મોટુ મિત્ર મંડળ ધરાવે છે અને અનેક ઉચ્ચ અધિકારીઓ સાથે પણ સંબંધો જાળવે છે. જ્ઞાતિ-જાતિ – ધર્મને બદલે પોતાના પિતાના પગલે પગલે ચાલીને રઝાકભાઈ હાલા હંમેશા કોઈકનાં સુખે સુખી તો દુઃખે દુઃખી થાય તેવા માણસાઈનાં વ્યકિત છે. વોર્ડ નં. ૮ની પેટાચૂંટણીમાં પહેલી જ વખત ધારાસભ્ય ભીખાભાઈ જાેષી, શહેર પ્રમુખ અમીત પટેલથી લઈને પ્રદેશ પ્રમુખ અમીતભાઈ ચાવડા, પરેશભાઈ ધાનાણી, અર્જુનભાઈ મોઢવાડીયા, શકિતસિંહ ગોહિલથી લઈને સૌ નાના-મોટા નેતાઓએ સર્વસંમતિથી આ પેટાચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ તરફથી રઝાક હાલાને મેદાને ઉતારેલ છે. પોતાનાં હજારો સમર્થકો સાથે રઝાકભાઈ હાલા ડોર ટુ ડોર પોતાનું કાર્ય, પોતાનાં વ્યવહારને આગળ કરીને પોતાનાં સ્વ. પિતાજી હુસેનભાઈ હાલાનાં વિસ્તારમાં કરેલ કાર્યને યાદ કરીને પોતાને ચૂંટી કાઢવા અપીલ કરી રહ્યા છે. સ્વ. હુસેનભાઈ હાલા સાથે વર્ષોથી ચુંટાતા અને લોકો જેને અમર, અકબર, એન્થોની જેવી ત્રીપુટી ગણતા હતા તેવા કસીરી અબાસાલે તથા સેવાભાવી કુદુસ મુન્શી હુસેનભાઈ હાલાની ગેરહાજરીમાં રઝાક હાલાનું ચૂંટણી તંત્ર સંભાળી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટીનાં નાના-મોટા અનેક કાર્યકરો ખભોથી ખભો મિલાવીને રઝાક હાલાને જીતાડવા કમ્મર કસી રહ્યા છે. સમગ્ર વિસ્તારમાં હિન્દુ-મુસ્લીમ એક થઈને સોૈનાં સુખ-દુઃખનાં સાથી રઝાક હાલાને જીતાડવા પ્રતિબધ્ધ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!