જૂનાગઢનાં સક્કરબાગમાં આજથી ૯ ઓકટોબર સુધી વિના મુલ્યે પ્રવેશ, વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી અંતર્ગત અનેક કાર્યક્રમો

0

પ્રવાસી જનતામાં ખૂબ જ આકર્ષણરૂપ એવા જૂનાગઢ પ્રાણી સંગ્રાહલય ખાતે ગાંધી જયંતીનાં આજનાં દિવસથી વિવિધ કાર્યક્રમો શરૂ થયા છે અને લોકોને ૯ ઓકટોબર સુધી ફ્રી પ્રવેશ આપવામાં આવી રહેલ છે. આ અંગેની મળતી વિગત અનુસાર વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણીને લઇ સક્કરબાગમાં આજે ૨ ઓકટોબરથી ૯ ઓકટબર સુધી તમામ લોકોને ફ્રિમાં પ્રવેશ મળશે. આ અંગે સક્કરબાગના આરએફઓ નિરવ મકવાણાએ જણાવ્યું હતું કે, દર વર્ષે ૨ ઓકટોબરથી ૯ ઓકટોબર સુધી વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસો દરમ્યાન વન્ય પ્રાણીઓ વિષે વધુને વધુ લોકો માહિતગાર થાય તે માટે અનેક કાર્યક્રમો કરવા સાથે સક્કરબાગમાં તમામ લોકોને ફ્રિમાં પ્રવેશ આપવામાં આવશે. જાે કે, બુધવારના દિવસે સક્કરબાગ બંધ રહેશે. દરમ્યાન ૨ થી ૮ ઓકટોબર દરમ્યાન સવારના ૯થી બપોરના ૨ સુધીમાં અનેક કોલેજાેના છાત્રો સક્કરબાગની મુલાકાત લેશે તેમજ વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી, ડ્રોઇંગ કોમ્પિટીશન, ક્વિઝ કોમ્પિટીશન યોજાશે. જ્યારે ૯ ઓકટોબરે વિજેતાને ઇનામો અપાશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!