જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની વોર્ડ નં.૮ની પેટા ચૂંટણી અન્વયે વોર્ડ નં.૮ના ઉપરકોટ, જગમાલ ચોક, માંડવી ચોક, બ્લોચ વાડા, નાથીબુ મસ્જિદ, સુખનાથ ચોક, જુલાઈવાડા, ચિતાખાના ચોક, ઢાલ રોડ સહિતના વિસ્તારમાં બંદોબસ્ત સઘન બનાવી, લોકો ર્નિભય પણે ચૂંટણીના લોકપર્વમાં ભાગ લઈ શકે તે માટે, જૂનાગઢ રેંજના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર, જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીની સૂચના આધારે ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન પીઆઇ એમ.એમ. વાઢેર, બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ એન.આઈ. રાઠોડ, પીએસઆઇ એ.કે. પરમાર સહિતના અધિકારીઓ તથા ૫૦ થી ૬૦ પોલીસ સ્ટાફના વિશાળ કાફલા સાથે ફ્લેગ માર્ચ/કોમ્બીંગ યોજવામાં આવેલ હતું. તેમજ જૂનાગઢ શહેરની વોર્ડ નં.૮ની પેટા ચૂંટણી માટે જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે. વોર્ડ નં.૮ના સંવેદનશીલ મતદાન મથક જેવા કે, ઉપરકોટ, જગમાલ ચોક, માંડવી ચોક, બ્લોચ વાડા, નાથીબુ મસ્જિદ, સુખનાથ ચોક, જુલાઈવાડા, ચિતાખાના ચોક, ઢાલ રોડ સહિતના વિસ્તારમાં ખાસ પોલીસ સબ ઇન્સપેકટર તેમજ હથિયાર ધારી પોલીસ ખાસ ગોઠવવામાં આવેલ છે. આ વિસ્તારમાં ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને સુપરવિઝન સોંપવામાં આવેલ છે તેમજ રાઉન્ડ ધ ક્લોક મોબાઈલ પેટ્રોલિંગ પણ ગોઠવવામાં આવેલ છે. ઉપરાંત, આ વિસ્તારમાં સુપર કોપ બાઇક ઉપર પણ હથિયાર સાથેના પોલીસ જવાનોનું સઘન પેટ્રોલિંગ પણ રાખવામાં આવેલ છે. વધુમાં ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એચ.આઈ. ભાટી, એ ડિવિઝન પીઆઇ એમ.એમ. વાઢેર, બી ડિવિઝન પીઆઇ એન.આઈ. રાઠોડ સહિતના અધિકારીઓને પણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાસ નજર રાખવા તૈનાત કરવામાં આવેલ છે. ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ તેમજ પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના જવાનોને ખાનગી ડ્રેસમાં સમગ્ર વિસ્તારમાં પાથરી દેવામાં આવેલ છે. જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનની વોર્ડ નં.૮ની પેટા ચૂંટણીમાં આ વખતે મતદાન કરવા આવતા લોકોને ચેક કરી, પીધેલા મળી આવતા લોકોને પકડવા એક ખાસ મોબાઈલ રાખી, જેમાં પીએસઆઇ સહિતના કાફલાને તૈનાત કરવામાં આવેલ છે. જેથી, પેટા ચૂંટણીમાં મતદાન કરવા કેફી પીણું પીને આવતા લોકોને પકડી પાડવાના નવતર પ્રયોગ આધારે મતદાન મથક ઉપર ચેકીંગ કરી, પીધેલા લોકોને આ મોબાઈલ દ્વારા પકડી, પ્રોહીબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews