જૂનાગઢ સહિત દેશભરમાં આજે ગાંધીજયંતિ અને લાલબહાદુર શાસ્ત્રીની જન્મજયંતિની ઉજવણી

0

આજે ભારતનાં રાષ્ટ્રપિતા અને અહિંસાનાં પુજારી મોહનદાસ કરમચંદ ગાંધી એટલે કે આપણા પ્યારા બાપુ, ગાંધીજીની જન્મજયંતિની સાથો સાથ ભારતનાં તત્કાલીન વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીની પણ આજે જન્મજયંતિ હોય, જૂનાગઢ સહિત સૌરાષ્ટ્ર અને દેશભરમાં આજે ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે અને અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહયા છે. ભારત દેશને આઝાદી અપાવવામાં મહત્વનું યોગદાન અપાવનારા અને મીઠાના કાયદાનો સવિનય કાનૂન ભંગ કરી અને અંગ્રેજી સલ્તનતનાં કાંગરા ખેરવી નાખનાર મોહનદાસ કરમચંદ ગાંધીનું ઋણ આપણા સૌ ઉપર કાયમ રહેશે. આજે જયારે આ મહાન વિભુતિની જન્મ જયંતી હોય ત્યારે દેશભરમાં અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહયા છે. આજે જૂનાગઢ શહેરમાં પણ રેડક્રોસ ખાતે ચિત્ર પ્રદર્શન, સક્કરબાગ ખાતે વિવિધ સ્પર્ધાઓ તેમજ મુલાકાતીઓને ફ્રી પ્રવેશ આપવામાં આવેલ છે. આ ઉપરાંત રાજકીય પાર્ટીઓ, સામાજીક સંસ્થાઓ દ્વારા પણ આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સુતરની આટી પહેરાવી શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી રહી છે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા પણ આજે રાષ્ટ્રપિતાને ભાવાંજલી અર્પણ કરવામાં આવી હતી. કોંગ્રેસ પક્ષ દ્વારા પણ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સુતરની અટી પહેરાવી શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી છે. આમ આજે સમગ્ર દેશમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી રહી છે. રાજકોટ ખાતે રાષ્ટ્રીય શાળામાં જુદા જુદા કાર્યક્રમો યોજાઈ રહયા છે. જયારે પોરબંદર ખાતે કિર્તી મંદિરમાં પ્રાર્થના સભા સહિતનાં કાર્યક્રમો યોજાઈ રહયા છે. જયારે સાબરમતી આશ્રમ ખાતે વિશેષ કાર્યક્રમો પણ યોજાઈ રહયા છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને ભાવાંજલી અર્પણ કરવામાં આવી રહી છે. સાથે સાથે ભારતનાં તત્કાલીન વડાપ્રધાન અને નખશીખ મુઠી ઉંચેરા માનવી એવા લાલબહાદુર શાસ્ત્રીજીને પણ આજના દિવસે શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવી રહયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!